<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

કાલે રાંધણ છઠ્ઠનું મહત્‍વઃ ચૂલો ઠારવાનુ મુહૂર્ત

 

શ્રાવણ વદ છઠ્ઠ ને ગુરુવાર ૧૪ ઓગસ્‍ટ આ દિવસે રાંધણ છઠ્ઠ છે.  આ દિવસે કૃષ્‍ણ ભગવાનના મોટાભાઈ બલરામજીનો જન્‍મ થયો હતો. આ દિવસને હળ છઠ્ઠ પણ કહેવામાં આવે છે.

શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો અને તેમા પણ જન્‍માષ્ટમી પુર્વે રાંધણ છઠ્ઠનો તહેવાર આવે છે આ તહેવારમા શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારમા સવારથી સાંજ સુધી રસોડામાં મહિલાઓ મિષ્ઠાન સહિતની વાનગીઓ રસોઈ બનાવી અને ચુલો ઠારવાની પરંપરા નીભાવશે.

રાંધણ છઠ્ઠનો તહેવાર શિતળા સાતમને અનુલક્ષીને મનાવવામાં આવે છે. સાતમના દિવસે રસોઈ બનાવાતા નથી. આથી મહિલાઓ છઠ્ઠના દિવસ બધી રસોઈ બનાવે છે.

ચુલાનું પૂજનઃ-અત્‍યારના જમાના પ્રમાણે જૂના ચૂલા કે સગડી કોઈપણ ના ઘરે હોતા નથી આથી આધુનિક ગેસ ના ચુલાનું પણ પૂજન કરી શકાય છે રાંધણ છઠ્ઠના દિવસે બધી રસોઈ બનાવી રાત્રે ચુલો ઠારી બંધ કરી તેના પર ફુલની માળા, રૂ ના નાગલા ચુંદડી કંકુ, ચોખા, ચંદન, અબીલ ગુલાલથી પૂજન કરવું આમ ચુલા નુ પૂજન કરવું. ઘણી જગ્‍યાએ ચૂલો ઠાર્યા પછી તેના ઉપર આંબાની ડાળ પણ મૂકે છે.

જયોતિષની દ્રષ્ટિએ છઠ્ઠના અધિષ્ઠાતા દેવતા સૂર્ય છે. સૂર્યમા અગ્નિતત્‍વ રહેલ છે. રસોઈમા પણ અગ્નિ તત્‍વનું મહત્‍વ વધારે છે અને રસોઈ ઘરમા માતાજી અન્નપૂર્ણાનો વાસ છે. આમ તહેવારોમાં રાંધણ છઠ્ઠ નું મહત્‍વ વધારે છે. રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલી વાનગી વધારે સ્‍વાદિષ્ટ થાય છે

આ દિવસ હળ છઠ્ઠ કહેવાતો હોવાથી ખેડૂતો આ દિવસે પોતાના હળ નુ પૂજન કરવાનું પણ મહત્‍વ ખરૂ

ચૂલો ઠારવાનુ મુહૂર્તઃ સાંજે શુભ ચોઘડિયું ૫.૪૧ થી ૭.૧૮, રાત્રે અમૃત ચોઘડીયુ ૭.૧૮ થી ૮.૪૧, રાત્રે ચલ ચોઘડિયું ૮.૪૧ થી ૧૦.૦૫. શાસ્‍ત્રી રાજદીપ જોષી (વેદાંત રત્‍ન)(મો. ૯૯૨૫૬ ૧૧૯૭૭) 

(2:26 PM IST)