તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th August 2025
બધુ થાળે પડી ગયું ! આમંત્રણ પત્રિકામાં રામભાઇનું નામ સામેલ

રાજકોટ, તા., ૧૨ : ᅠરાજકોટમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાનું નામ આમંત્રણ પત્રિકામાં ન લખવા મુદ્દે રાજકારણ ગરમાયા બાદ હવે બધુ થાળે પડી ગયું છે. આજે રાજકોટમાં મહાનગર પાલીકા દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી અંતર્ગત આયોજીત ત્રિરંગા યાત્રાના નિમંત્રણ કાર્ડમાં રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાનું નામ સામેલ કરાયું છે.
રામભાઇ મોકરીયાના નામ મુદ્દે ભારે વિવાદ સર્જાયા બાદ હવે ત્રિરંગા યાત્રાના નિમંત્રણ કાર્ડમાં તેમનું નામ લખવામાં આવતા હાલ તુર્ત આ વિવાદ ઉપર પુર્ણવિરામ મુકાઇ ગયું છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયા હાલમાં દિલ્હી ખાતે રાજયસભાનું સંસદસત્ર ચાલુ હોવાથી ત્યાં છે. (૯.ર૬)

(4:04 PM IST)










