News of Tuesday, 12th August 2025
પ્રવિણસિંહ પરમારના સ્મરણાર્થે શિવમ ગ્રુપ દ્વારા કાલે બુધવારે રાહતદરે ફરસાણ, મીઠાઈ વિતરણ
સંસ્થાનું રજતજયંતિ વર્ષઃ રૂ.૧૭૦માં બે કીલો ફરસાણ અને મીઠાઈ આપવામાં આવશે

રાજકોટ : શિવમ ગ્રુપ દ્વારા પૂર્વ કોર્પોરેટર તેમજ સેવાભાવી વિ.પ્રવિણસિંહ પરમારનાં સ્મરણાર્થે સાતમ આઠમનાં તહેવાર નિમિતે સતત ૨૫માં વર્ષે રજતજયંતિ રાહત દર ફરસાણ તેમજ મીઠાઈ વિતરણનું આયોજન કાલે તા.૧૩ને બુધવારે સવારે ૮ થી સાંજે ૬ વાગ્યા સુધી રાખેલ છે. આ કાર્યક્રમમાં રૂ.૧૭૦માં ૨ કિલો ફરસાણ તથા મીઠાઈ આપવામાં આવશે.
આ કાર્યક્રમ ઉદ્ઘાટન ઉદ્યોગપતિ રમેશભાઈ પટેલ (પટલ બ્રાસ-વર્કસ) દ્વારા તથા દિપ પ્રાગટય શંભુભાઈ પરસાણા (પ્રશાંત કાસ્ટીંગ) તથા નારણભાઈ પટેલ (ઈન્ડીયા બ્રાસ)ના હસ્તે રાખેલ છે.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ નરેશભાઈ પટેલ નરેશભાઈ પટેલ (ચેરમે ખોડલધામ), રમેશભાઈ ટીલાળા (ધારાસભ્ય) વિરેન્દ્રસિંહ ઝાલા (મહામંત્રી, રાજકોટ ભાજપ) ડો.હેમાંગભાઈ વસાવડા (પ્રદેશ કોંગ્રેસ સમીતી), મહેન્દ્રસિંહ જાડેજા (જે.એમ.જે. ગ્રુપ) દેવાંગભાઈ માકડ (ચેરમેન વોટરવર્કસ), મનનભાઈ જોષી (પ્રિમીયર સ્કૂલ) નિલેશભાઈ જલુ (ચેરમેન સેનીટેશન) મયુરધ્વજસિંહ સરવૈયા (પી.આઈ.ભક્તિનગર) સોનલબેન જે.સેલારા (કોર્પોરેટર, વોર્ડ.નં.૧૩) ઉપસ્થિત રહેવાના છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા શિવમ્ ગ્રુપનાં કુલદિપસિંહ પરમાર, વિપુલ પટેલ, ગિરીરાજસિંહ જાડેજા, જયેશ ઉદેશી, ધવલ જોષી, કમલ લિંબડ, ચેતન શુક્લ, સંજય ધીનોજા, રાજુ જોષી, મહેન્દ્ર કામલીયા, પંકજ પરમાર, અતુલ કારીયા, વિશાલ ભિમાણી, ભરત દાવડા, પરાગ પરમાર, ઉદયભાઈ પરમાર, વિજય પરમાર, પાર્થિવ દવે, તથા સર્વે કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે. જાહેરજનતાને વિતરણનો લાભ લેવા અનુરોધ કરાયો છે.સ્થળઃ શિવમ પ્રોપર્ટીઝ ૪, પુજારા પ્લોટ કોર્નર, પુજારા પ્લોટ મેઈન રોડ, જલારામ બેકરી તથા ચિરાગ મેડીકલની બાજુમાં, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ મેઈન રોડ, રાજકટ. (તસ્વીઃ અભિજીત બગથરીયા)
(2:28 PM IST)










