News of Tuesday, 12th August 2025
માંડા ડુંગર વિસ્તારમાં રહેતા જમીન મકાનના દલાલને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા ફટકારતી અદાલત

રાજકોટ તા ૧૨: અત્રે રાજકોટની કોર્ટમાં ફરિયાદી ઈશ્વર ઉકાભાઈ મણીયારએ અનીલ કાળુભાઈ વિરુધ ચેક રીટનની ફરીયાદ કરેલ જેમાં આરોપીને . કોર્ટે દ્વારા ૧ વર્ષની સજા અને વળતર ચૂકવાનો હુકમ કરેલ છે
આ કેસની હકીકત મુજબ ફરિયાદી ઈશ્વર ઉકાભાઈને મકાન લેવાનુંહોઈ આ કામમાં આરોપી અનીલ કાળુભાઈ કુકડિયાનો સંપર્ક કરેલ હતો અને આરોપીએ માંડાડુંગર વિસ્તારમાં એક મકાન બતાવેલ જે મકાન ફરિયાદીને પસંદઆવતા મકાનનોસોળ લાખ પચાસ હાજરમાં સોદો નક્કી કરેલ હતોઅને ફરિયાદી એ આરોપીને સોદો પેટે ગુગલ પે થી ૫૧,૦૦૦ એકવાન હજારગુગલ પે થી અને કટકે કટકે રૂ.૪,૪૪,૦૦૦ આપેલ હતા ત્યારબાદ ફરિયાદી દસ્તાવેજ બનવા માટે અવાર નવાર માગણી કરતાં આરોપી ગલ્લા તલ્લા કર્તા હતા જેથી ફરિયાદીએ તેણી આપેલ રકમ પરત માંગતા આરોપીએ ફરિયાદીને ચેક આપેલ હતો જે ચેકમાં રજુ કર્તા સદરહુ ચેક સ્ટોપ પેમેન્ટએ શેરા સાથે પરત આવેલ હતો ત્યારબાદ ફરિયાદી એ તેના વકીલ મારફત લીગલ નોટીસ આપેલ અને ચેક રીટર્નનો કેસ દાખલ કરેલ હતો.
આ કેસ ચાલતા દરમિયાન વિવિધ પુરાવા રજુ કરવામાં આવેલ હતા અને ફરિયાદી પોતાનું કાયદેસરનું લેણું સાબિત કરી શકયા હતા તેમજ આરોપી તેનો પુરાવો આપવામાં નિષ્ફળ રહ્યા હતા.ઉપરોક્ત કેસ ચાલતા ફરિયાદી વકીલ તરફે કાયદાકીય રજુઆત અને વિવિધ જજમેન્ટ રજુ કરેલ હતા
ઉપરોક્ત હકીકત ધ્યાને લઇ રાજકોટની કોર્ટ આરોપીને ૧ વર્ષ સજા અને વળતર ચૂકવા હુકુમ કરેલ હતો આરોપીને ચુકાદા વખતે હાજર ન હોઈ આરોપી ઉપર કોર્ટ સજાનું વોરંટ ઇસ્યુ કરેલ છે
ઉપરોક્ત કેસમાં ફરિયાદી તરફે રાજકોટના વકીલ યોગેશ ઉદાણી, દેવાંગી ઉદાણી, સોનલ ઉદાણી અને મેહુલ સુરણી રોકાયેલ હતા.
(4:46 PM IST)










