<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

રવિવારે ઘર દીવડાઓને ગારડી એવોર્ડ એનાયત કરાશે

દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ દ્વારા સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલના ઓડીટોરીયમમાં આયોજન : સુપ્રસિધ્‍ધ ગાયક હેમંત ચૌહાણ, પૂર્વ કુલપતિ ડો. બળવંતભાઇ જાની, જળસંચય પ્રવૃત્તિના પ્રણેતા દીલીપભાઇ સખીયા, જાણીતા ઉદ્યોગપતિ વિનેશભાઇ પટેલ અને ‘મંજુલ' સંસ્‍થાની એવોર્ડ માટે પસંદગી

રાજકોટ તા. ૮ : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ ઢોલરા દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી દાનવીર ભામાશા જૈન શ્રેષ્‍ઠી સ્‍વ. દીપચંદભાઇ ગારડીના સેવા કાર્યની રાહે ચાલનાર સેવા, શિક્ષણ, સાહિત્‍ય, પર્યાવરણ, જળસંચય, નારી ઉત્‍કર્ષ, આરોગ્‍ય, સંગીત સહીતના ક્ષેત્રે કામ કરતા લોકોને ગારડી એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવે છે.

આ વર્ષે પણ તા. ૧૦ના રવિવારે સૌરાષ્‍ટ્ર હાઇસ્‍કુલ ઓડીટોરીયમ ખાતે સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્‍થિતીમાં આ એવોર્ડ એનાયત કરાશે.

સમારોહની વિગતો વર્ણવતા સંસ્‍થાના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, કિરીટભાઇ આદ્રોજાની યાદીમાં જણાવાયુ છે કે વર્ષ ૨૦૨પ ના ગારડી એવોર્ડ માટે વર્ષોથી સંત સાહિત્‍ય, લોકસાહિત્‍યની આરાધના કરતા પદ્મશ્રી એવોર્ડ વિજેતા સુપ્રસિધ્‍ધ ભજનીક હેમંત ચૌહાણને તેમજ શિક્ષણવિદ્દ ચિંતક, સાહિત્‍યકાર પૂર્વ કુલપતિ ડો. બળવંતભાઇ જાની તેમજ સૌરાષ્‍ટ્રની ધરતીને પાણીદાર બનાવવા ગીરગંગા ટ્રસ્‍ટના માધ્‍યમથી જળસંચયની ઉપદા પ્રવૃત્તિ કરતા દીલીપભાઇ સખીયાને એનાયત શે.

આ ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિ ઓરબીટ બેરીંગના વિનેશભાઇ પટેલ તેમજ જામનગરમાં ઝુપડપટ્ટીમાં રહેતા બાળકોને શિક્ષણ સાથે સંસ્‍કાર આપવાની પ્રેરણાદાયી પ્રવૃત્તિ કરતા મેંગો પીપલ સંસ્‍થાના રૂપલબેન રાઠોડને ગારડી એવોર્ડ એનાયત કરાશે.

જયારે પ્રતિવર્ષ સદ્‌પ્રવૃત્તિ કરતી કોઇ એક સંસ્‍થાને પણ ગારડી એવોર્ડ અપાય છે. તેમાં આ વર્ષે ગરીબ અને જરૂરતમંદ પરિવારના બાળકોના સર્વાંગી વિકાસ માટે કામ કરી સારા નાગરિકનું નિર્માણ કરવા બદલ ‘મંજુલ' સંસ્‍થાની પસંદગી કરવામાં આવી છે.

દીકરાનું ઘર વૃધ્‍ધાશ્રમના ટ્રસ્‍ટી મૌલેશભાઇ ઉકાણી, શિવલાલભાઇ આદ્રોજા, ડો. નિદત બારોટ, પ્રતાપભાઇ પટેલ, હસુભાઇ રાચ્‍છ, વલ્લભભાઇ સતાણી, વસંતભાઇ ગાદેશાએ જણાવ્‍યુ છે કે ગારડી એવોર્ડ સમારોહમાં સમાજ જીવનના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઇ બોઘરા, જાણીતા ઉદ્યોગપતિ અમુભાઇ ભારદીયા, ડેકોરા ગ્રુપના જમનભાઇ પટેલ, જૈન શ્રેષ્‍ઠી સોનમ કલોકના જયેશભાઇ શાહ, જાણીતા બિલ્‍ડર હરીશભાઇ લાખાણી, જાણીતા વેપારી મુકેશભાઇ પાબારી, જાણીતા બિલ્‍ડર મનસુખભાઇ ભીમાણી, જાણીતા ઉદ્યોગપતિ મનીષભાઇ માદેકા, જાણીતા બિલ્‍ડર સર્વાનંદભાઇ સોનવાણી સહીતના ઉપસ્‍થિત રહ્યા હતા.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ધીરૂભાઇ રોકડ, સુનિલ મહેતા, શૈલેષભાઇ જાની, રાકેશ ભાલાળા, ઉપેનભાઇ મોદી, હરદેવસિંહ જાડેજા, કિરીટભાઇ પટેલ, અશ્વિનભાઇ આદ્રોજા, પ્રવિણભાઇ હાપલિયા, દિપકભાઇ જલુ, ધર્મેશભાઇ જીવાણી, હરેન મહેતા, ડો. મયંક ઠકકર, અશ્વિનભાઇ પટેલ, ઘનશ્‍યામભાઇ રાચ્‍છ, ગોરાંગ ઠકકર, હરેશભાઇ પરસાણા, પ્રજ્ઞેશ પટેલ, જયેશ સોરઠીયા, રાજદીપસિંહ જાડેજા, યશવંતભાઇ જોષી, વીરાભાઇ હુંબલ, હરીશભાઇ હરીયાણી, અજયભાઇ પટેલ, સંજયભાઇ દવે, દોલતભાઇ ગાદેશા કાર્યરત છે.

(3:48 PM IST)