<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

સિવિલ હોસ્‍પિટલના ભ્રષ્‍ટાચાર મામલે વધુ એક વખત કોંગ્રેસની રજૂઆતઃ તબિબી અધિક્ષકને આવેદન પાઠવાયું

અશોકસિંહ વાઘેલા, કલ્‍પેશ કુંડલીયાની આગેવાની હેઠળ વિવિધ પ્રશ્નો રજૂ કરાયા

રાજકોટઃ શહરેની પીડીયુ સિવિલ હોસ્‍પિટલના ભ્રષ્‍ટાચાર મામલે વધુ એક વખત કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. તબિબી અધિક્ષકને આવેદન પાઠવી જણાવાયુ છે કે હોસ્‍પિટલ ઘણા સમયથી ભ્રષ્‍ટાચારના ભરડામાં આવી ગઇ છે આમ છતાં આંખ આડા કાન જવાબદારો કરતાં હોય તેવુ જણાઇ રહ્યું છે. છેલ્લા બે વર્ષથી દવા માટેનું ટેન્‍ડર જ બહાર પાડવામાં આવ્‍યું નથી. તેમજ સુરતની સિવિલ દ્વારા જે ટેન્‍ડર બહાર થયું અને જેનુ પાસ થયું તેની પાસેથી દવા લેવાનો રાજકોટ સિવિલ દ્વારા નિર્ણય કરાયો તેમાં શંકા ઉદ્દભવી રહી છે. અમુક ડોક્‍ટર ખાનગીમાં પ્રેકટીસ કરતાં હોય તેવી ફરિયાદ સામે કાર્યવાહી થઇ નથી. હોસ્‍પિટલના કપડા લઇ ધોબી ગાયબ થઇ ગયો છતાં કેમ કાર્યવાહી નથી થઇ? સહિતના સવાલો રજૂ કરી જવાબદારો યોગ્‍ય નિર્ણય લઇ કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી હતી. આ રજૂઆતમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાન અશોકસિંહ વાઘેલા, કોંગ્રેસ હાથ સે હાથ જોડો સમિતીના પ્રમુખ કલ્‍પેશ કુંડલીયાની આગેવાનીમાં  દિપક મકવાણા, નંદા ડાંગર, રસિક ભટ્ટ, કેતન વાળા, મયુરસિંહ પરમાર, અજય પરમાર સહિતના જોડાયા હતાં.

(3:43 PM IST)