તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th August 2025
શહેરભરમાં મીઠાઇ ઉત્પાદકોને ત્યાં ફૂડ શાખા ત્રાટકીઃ ૯ વેપારીઓને એકસપાયરીડેટ દર્શાવવા નોટીસ : ૧૫ નમુના લેવાયા
મનપા દ્વારા રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં લઇ કડક ચેકીંગ : રામનાથ પરા, કુવાડવા રોડ, લક્ષ્મીવાડી મેઇન રોડ, નારાયણનગર મેઇન રોડ, પંચશીલ મેઇન રોડ, અમીન માર્ગ તથા કેકેવી ચોકની વિવિધ ડેરી ફાર્મમાં દરોડા

રાજકોટઃ તા.૮: શહેરમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે મીઠાઇઓનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવેલ. જે અંગે કુલ ૩૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૯ ધંધાર્થિઓને લાઇસન્સ તથા મીઠાઇ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબત નોટિસ આપવામાં આવેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં
ગાયત્રી ડેરી ફાર્મ (રામનાથપરા, ગરબી ચોક) રાધેશ્યામ ડેરી ફાર્મ (રામનાથપરા, ગરબી ચોક)- ખોડિયાર ડેરી ફાર્મ (LP પાર્ક રોડ, કુવાડવા રોડ)- મહાલક્ષ્મી ડેરી ફાર્મ (નાગબાઈ પાન સામે, કુવાડવા રોડ)- શક્તિરાજ સ્વીટ એન્ડ નમકીન (લક્ષ્મીવાડી મેઇન રોડ)- તુલશી ડેરી ફાર્મ (નારાયણનગર મેઇન રોડ, ત્રિશૂલ ચોક પાસે) -ગોકુળ ડેરી ફાર્મ (પંચશીલ મેઇન રોડ)- મહેશ વિજય ડેરી ફાર્મ (અમીન માર્ગ, નવકાર એપાર્ટમેન્ટ સામે) તથા ન્યુ પટેલ ડેરી ફાર્મ (કે.કે.વી.ચોક પાસે, કાલાવડ રોડ, સેંટમેરી સામે,)- ને મીઠાઇ પર યુઝ બાય ડેટ દર્શાવવા બાબત નોટિસ આપવામાં આવેલ હતી.
રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સર્વેલન્સ ડ્રાઈવ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ સ્વીટ્સના કુલ ૧૫ નમૂના લેવામાં આવેલ.
કેસર પેંડા (લુઝ) ગાયત્રી ડેરી ફાર્મ, રામનાથપરા, ગરબી ચોક, કેસર પેંડા (લુઝ) રાધેશ્યામ ડેરી ફાર્મ, રામનાથપરા, ગરબી ચોક, રાજકોટ. કેસર બદામ પેંડા (લુઝ) ખોડિયાર ડેરી ફાર્મ, LP પાર્ક રોડ, કુવાડવા રોડ, રાજકોટ. ચોકલેટ પેંડા (લુઝ) જાગનાથ ડેરી ફાર્મ, ડી-માર્ટ પાછળ, ૫૦ ફૂટ રોડ, કુવાડવા રોડ, ચોકલેટ પેંડા (લુઝ) શક્તિરાજ સ્વીટ એન્ડ નમકીન, લક્ષ્મીવાડી મેઇન રોડ, ખાતેથી નમુના લેવાયા હતા.
ઉપરાંત રજવાડી પેંડા (લુઝ)-ધર્મપ્રિય ડેરી ફાર્મ, લક્ષ્મીવાડી મેઇન રોડ, ખાતેથી નમુના લેવાયા હતા.કાજુ કતરી (લુઝ) વળંદાવન ડેરી ફાર્મ, કાન્તા વિકાસ ગળહ મેઇન રોડ, માવાના પેંડા (લુઝ) -વિકાસ ડેરી ફાર્મ, ૮૦ ફૂટ રોડ, સ્પે. પેંડા (લુઝ) -ધારેશ્વર ડેરી ફાર્મ, ભક્તિનગર મેઇન રોડ, ૮૦ ફૂટ રોડ, થાબડી પેંડા (લુઝ)-શિવશક્તિ ડેરી ફાર્મ, ઢેબર રોડ, બસ પોર્ટ, બોન્ટી પેંડા (લુઝ) -ઘનશ્યામ પેંડાવાલા, દેવપરા પાસે, કોઠારીયા રોડ,
મલાઈ પૂરી પેંડા (લુઝ)- રામકળપા ડેરી ફાર્મ, કાલાવડ રોડ, નુતનનગર કો. સોસાયટી, ચોકલેટ પેંડા (લુઝ)- ભગત જયસિયારામ પેંડવાવાળા કે.કે.વી.ચોક પાસે, કાલાવડ રોડ, સેંટમેરી સામે, કાજુ કતરી (લુઝ)-શ્રી મહેશ વિજય ડેરી ફાર્મ, અમીન માર્ગ, નવકાર એપાર્ટમેન્ટ સામે, તથા ડેરી મિલ્ક ચોકલેટ (પેક્ડ): સ્થળ -જય માટેલ સ્વીટ્સએન્ડ નમકીન, બોમ્બે સિલ્વર હાઇટ્સ, ૮૦ ફૂટ રોડ, કુવાડવા રોડ, ખાતેથી સેમ્પલ લેવાયા હતા
(3:38 PM IST)










