તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th August 2025
બસપોર્ટ પર એડવાન્સ બુકીંગ માટે લાંબી લાઇનોઃ રજુઆતના પગલે સમય વધારાયો

રાજકોટ, તા. ૮: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, નાગજીભાઈ વિરાણી, જેન્તીભાઈ હિરપરા ની સંયુક્ત યાદીમાં જણાવેલ છે કે તહેવારોમાં એસ.ટી બસપોર્ટ પર હકળેઠઠ મેદની છે. બસપોર્ટમાં અપુરતી બેઠક વ્યવસ્થા ને પગલે મુસાફરોને ઉભું રહેવું પડે છે.
હાલ રાજકોટના એસ.ટી બસપોર્ટ ખાતે જ ફક્ત એડવાન્સ બુકિંગ ની વ્યવસ્થા છે સેટેલાઈટ એસ.ટી બસ સ્ટેશન, માધાપર એસ.ટી બસ સ્ટેશન કે ગ્રીનલેન્ડ ચોકડી પીકપ પોઇન્ટ પર આ સુવિધા હાલ ઉપલબ્ધ નથી સેટેલાઈટ એસ.ટી બસ સ્ટેશન ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પૂરતો સ્ટાફ હોવા છતાં કોઈ કારણોસર તહેવારો હોવા છતાં મુસાફરોને એડવાન્સ બુકિંગની સુવિધા મળતી નથી. દરેક મુસાફરો પાસે આધુનિક મોબાઈલ ફોન હોય નહીં અને હોય તો પણ બુક કરતાં ન ફાવે જે પગલે આજે સવારથી જ એડવાન્સ બુકિંગની બારી પર લાંબી લાઈનો લાગી હતી.
આ અંગે મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલાએ વધુ એક બારી ખોલાવવા ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ ને રૂબરૂ બોલાવી આ અંગે વધુ બારી ખોલાવી મુસાફરોની હાલાકી તાત્કાલિક દૂર કરવા રજુઆત કરી હતી. તહેવારો દરમિયાન વહેલી ખોલવા રજૂઆત કરી હતી. એડવાન્સ બુકિંગ બારી પર મુસાફરોને સિનિયર સિટીઝનને ઊભું ન રહેવું પડે એ માટે બેઠક વ્યવસ્થા તાત્કાલિક કરવા અધિકારી ગણને રજૂઆત કરી હતી.
તહેવાર સુધી વધુ સમય સુધી એડવાન્સ બુકિંગ કરવા આવતા મુસાફરોને કોઈ હાલાકી ન પડે એ માટે પ્રયત્ન કરાશે. તેવી બાહેંધરી એસ.ટીના બંને સ્ટેન્ડ ઇન્ચાર્જ અધિકારી ગણનો ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ (મો. ૯૪૨૬૨ ૨૯૩૯૬) દ્વારા અંતમાં આભાર પણ વ્યકત કરાયો હતો.
(2:18 PM IST)










