<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th August 2025

ટાઈપ - ૧ ડાયાબિટીસથી પીડિત બાળકો માટે રવિવારે ‘‘બાળ આરોગ્‍ય સેમીનાર''

જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન દ્વારા પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ ખાતે વેદ્ય મેહુલભાઈ આચાર્ય દ્વારા ગર્ભાવસ્‍થા પહેલા તથા દરમિયાન બાળકની સંભાળ અને બાળકના જન્‍મ બાદ તેના આદર્શ ઉછેર પર ખાસ માર્ગદર્શન

રાજકોટઃ બાળકોમાં થતાં ટાઇપ-વન ડાયાબિટીસના નિયંત્રણ અને જે બાળકો પીડિત છે તેને વિનામુલ્‍યે સારવાર આપવા અને બાળકના સર્વાંગી વિકાસ માટે કાર્યરત જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશન દ્વારા  આગામી ૧૦ ઓગસ્‍ટને રવિવારના રોજ પ્રમુખ સ્‍વામી ઓડિટોરિયમ ખાતે વેદ્ય શ્રી મેહુલભાઈ આચાર્ય દ્વારા ગર્ભાવસ્‍થા પહેલા તથા દરમિયાન બાળક ની સંભાળ અને બાળક ના જન્‍મ બાદ તેના આદર્શ ઉછેર પર ખાસ માર્ગદર્શન આપવામાં આવશે.

આ કેમ્‍પમાં  શ્રી પરષોત્તમભાઇ રૂપાલા સાંસદ સભ્‍ય,શ્રી રમેશભાઈ ટીલારા ધારાસભ્‍ય, શ્રી રામભાઈ મોકરિયા સાંસદ રાજ્‍યસભા, ડો. શ્રી દર્શિતા શાહ ધારાસભ્‍ય, ડો.શ્રી ભરત બોઘરા ઉપપ્રમુખ -ગુજરાત પ્રદેશ ભાજપ, શ્રી જયેશભાઈ રાદડિયા ધારાસભ્‍ય ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમમાં મુખ્‍ય મહેમાનો શ્રી મનેશભાઈ માદેકા રોલેક્ષ રિગ્‍સ લિ.,શ્રી બિપીનભાઈ હદવાણી ગોપાલ નમકીન, શ્રી રાજનભાઈ વડાલીયા હાઈ-બોન્‍ડ સિમેન્‍ટ ઈન્‍ડીયા પ્રા.લિ., શ્રી જીજ્ઞેશભાઈ આદ્રોજા પંપ કલબ, શ્રી રાજુભાઈ પોબારું પ્રમુખ રાજકોટ લોહાણા મહાજન, શ્રી હરસુખભાઈ સુવાગીયા મેનેજીંગ ડિરેકટર - ફાલ્‍કન પમ્‍પ્‍સ પ્રા.લિ., શ્રી ચંદુભાઈ વિરાણી બાલાજી વેફર્સ, શ્રી મનસુખભાઈ પાણ પાણ એગ્રો એકસપોર્ટ, શ્રી જમનભાઈ પટેલ ડેકોરા ગ્રુપ - ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ, શ્રી પરેશભાઈ ગજેરા ચેરમેન -રાજકોટ બિલ્‍ડર્સ એસો., શ્રી નરેન્‍દ્રભાઈ પાંચાણી પ્રમુખશ્ર-રાજકોટ એન્‍જીન્‍યરીંગ એસો., શ્રી ભાર્ગવભાઈ સુવાગીયા ચેરમેન એન્‍ડ મેનેજીંગ ડિરે. - ફાલ્‍કન પમ્‍પ્‍સ, શ્રી મૌલેશભાઈ ઉકાણી બાન લેબ્‍સ પ્રા.લિ., શ્રી અમૃતભાઈ ભારદિયા રવિ ટેકનો ફોર્જ પ્રા.લિ., શ્રી જગદીશભાઈ કોટડીયા મેનેજીંગ ડિરેકટરશ્રી - ફેબટેક કેબલ્‍સ પ્રા. લિ., શ્રી અમિતભાઈ ત્રાંબડીયા પ્રમુખશ્રી - રાજકોટ બિલ્‍ડર્સ એસોસિયેશન, શ્રી કમલનયનભાઈ સોજીત્રા ફાલ્‍કન પમ્‍પ્‍સ પ્રા.લિ., શ્રી અમૃતભાઈ ગઢીયા પ્રમુખ-શાપર-વેરાવળ ઇન્‍ડ.એસોસી., શ્રી અરજણભાઈ પટેલ એ.જે. ઇન્‍ટરનેશનલ, ડો. માધવ દવે પ્રમુખ - રાજકોટ શહેર ભાજપ, શ્રી મુકેશભાઈ દોશી પૂર્વ પ્રમુખ - રાજકોટ શહેર ભાજપ, શ્રી વસંતભાઈ લીંબાસીયા વૃંદાવન ડેરીફાર્મ, સમાજશ્રેષ્ઠી, શ્રી વિજયભાઈ ડોબરીયા સદ્વાવના વૃદ્ધાશ્રમ, શ્રી દિલીપભાઈ સખીયા ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ, શ્રી હિરેનભાઈ પ્રકાશભાઈ મહેતા દાતા, આર. એન મહેતા કોલેજ, ડો. શ્રી જીજ્ઞેશ મેવા કેન્‍સર નિષ્‍ણાત,

 પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ લોકગાયક, સાહિત્‍યકાર, શ્રી તેજસભાઈ શિશાંગીયા એન્‍કર, ગાયક કલાકાર, શ્રી કમલેશભાઈ વિરડીયા યુનાઇટેડ કેર હોસ્‍પિ.  રાજકોટ, શ્રી સાંઈરામભાઈ દવે હાસ્‍યકલાકાર, લોકસાહિત્‍યકાર, શ્રી રામજીભાઈ વેકરીયા કારોબારી સભ્‍યશ્રી- શાપર-વેરાવળ એસો., શ્રી બિહારીદાન ગઢવી લોકગાયક, સાહિત્‍યકાર, શ્રી વિનોદભાઈ વેકરીયા કારોબારી સભ્‍યશ્રી- શાપર-વેરાવળ, શ્રી રતિભાઈ સાદરીયા જોઈન્‍ટ સેક્રેટરીશ્રી- શાપર-વેરાવળ એસો., શ્રી રસિકભાઈ સુરેજા ખજાનચીશ્રી- શાપર-વેરાવળ એસો., શ્રી દુષ્‍યંતભાઈ ટીલારા વાઇસ પ્રેસિડન્‍ટશ્રી - શાપર-વેરાવળ એસો., શ્રી સંજયભાઈ વોરા ખજાનચીશ્રી- શાપર-વેરાવળ ઇન્‍ડ. એસો., શ્રી અશ્વિનભાઈ વાસાણી જોઈન્‍ટ સેક્રેટરી - શાપર-વેરાવળ એસો., શ્રી દર્શનાબેન પટેલ પ્રમુખશ્રી-રાજકોટ બિલ્‍ડર્સ એસો.વુમનવિગ, શ્રી સંજયભાઈ સેંજાલિયા સુદર્શન મલ્‍ટીમીડિયા એલએલપી, શ્રી હરેશભાઈ પરસાણા સરદાર પટેલ કલ્‍ચરલ ફાઉન્‍ડેશન, શ્રી અનુપમભાઈ દોશી દિકરાનું ઘર વૃદ્ધાશ્રમ, શ્રી મિત્તલભાઈ ખેતાણી એનિમલ હેલ્‍પલાઇન, શ્રી જયેશભાઈ ઉપાધ્‍યાય શ્રી વી.એમ. સખિયા સીઈઓ- આર.ડી.સી. બેન્‍ક, ડો.શ્રી અવની વ્‍યાસ હાસ્‍યકલાકાર, તથા ઉદ્દઘાટકશ્રીઓ શ્રી નિધિબેન ધોળકિયા ખ્‍યાતનામ ગાયક, શ્રી મનુભાઈ મારુ રંગોલી ફર્નિચર, શ્રી ઋષિભાઈ વસા કારોબારી સભ્‍યશ્રી- શાપર-વેરાવળ એસો., ડો.  પૂજા માકડીયા ષીરોગ નિષ્‍ણાત - સોહમ આયુર્વેદ, વગેરે ઉપસ્‍થિત રહેશે.

 આ કાર્યક્રમને સફળ બનાવવા જુવેનાઈલ ડાયાબીટીસ ફાઉન્‍ડેશન રાજકોટના અપુલ દોશી, અનીશ શાહ, રોહિત કાનાબાર, હરિકૃષ્‍ણ પંડયા, અમિત દોશી, મિતેષ ગણાત્રા જેહમત ઉઠાવી રહ્યા છે.

સંસ્‍થા પ્રવૃતિની ઝલક

સંસ્‍થામાં નિઃશુલ્‍ક નોંધાયેલા સર્વજ્ઞાતીય બાળકોની સંખ્‍યા ૨૧૭૫.

નિઃશુલ્‍ક ચેકઅપ કેમ્‍પ તથા અવેરનેસ કેમ્‍પ અને એજયુકેશન, પીકનીક હાસ્‍યરસ, સંગીત સંધ્‍યા, જાદુ શો, જ્ઞાન સાથે ગમ્‍મત, કવીઝના કાર્યક્રમો. કુલ કાર્યક્રમની સંખ્‍યા  ૮૦

જ્જસંસ્‍થાના આર્થિક રીતે જરૂરિયાતમંદ ૮૦૦ થી વધુ બાળકોને નિઃશુલ્‍ક સંપૂર્ણ સારવાર, જેમાં એન્‍ડોક્રાઈનોજીસ્‍ટ ડોકટર દ્વારા તપાસ, ઇન્‍સ્‍યુલીન, સિરીજ/નિડલ્‍સ, ગ્‍લુકોમીટર, સ્‍ટ્રીપ, લાન્‍સેટ અને તબીબી પરીક્ષણોનો સમાવેશ થાય છે. તથા બાકી બધા બાળકોને ઉપરોકત તમામ સુવિધાઓ ૪૦% થી ૫૦% સુધી રાહતદરે આપવામાં આવે છે.

સરકારશ્રીના આરોગ્‍ય વિભાગ સાથે સતત સંપર્ક. આ ક્ષેત્રે નિપુણ સંસ્‍થાઓ સાથે વિચાર વિમર્શ.

૮૨ દીકરા-દીકરીના લગ્નસબંધ ગોઠવવામાં નિમિતરૂપ થયા છીએ.

ટાઈપ-૧ ડાયાબિટીસ એજયુકેશન સર્ટીફીકેટ કોર્ષ દ્રારા ૬૦ બાળકોને વર્ચ્‍યુઅલ એજયુકેશન ચાલી રહ્યું છે. તેમાથી ૩૦ જેટલા બાળકો હાલ નેશનલ ડાયાબિટીસ એજયુકેટર થઈ ચુક્‍યા છે અને બીજા બાળકો એજયુકેટર થવા જઈ રહ્યા છે.

(2:07 PM IST)