તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th August 2025
ગંજીવાડાના રામજીભાઇ સોરાણીએ મણકાના દુઃખાવાથી કંટાળી ફાંસો ખાઇ જીવ દીધો
વહેલી સવારે લટકતા મળતાં પરિવારજનોએ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડયા પણ જીવ ન બચ્યોઃ ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૮: શહેરના ગંજીવાડા રહેતાં યુવાને ગાળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે. મણકાના દુઃખાવાથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ ભાવનગર રોડ પર આવેલા ગંજીવાડા-૩૬માં રહેતાં રામજીભાઇ દેદાભાઇ સોરાણી (ઉ.વ.૪૩) નામના યુવાને વહેલી સવારે સાડા ચારેક વાગ્યે ઘરમાં લાકડાની આડીમાં દોરી બાંધી દેહ લટકાવી દીધો હતો. ઘરના એક સદસ્ય જાગ્યા ત્યારે રામજીભાઇને લટકતાં જોતાં દેકારો મચાવતાં બીજા લોકો એકઠા થઇ ગયા હતાં. બેભાન હાલતમાં તેમને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના એએસઆઇ રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેશભાઇ ચાવડા, પ્રશાંતભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડે જાણ કરતાં થોરળાા પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર રામજીભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં બીજા હતાં અને કારખાનામાં મજુરી કરતાં હતાં. સંતાનાં એક દિકરો અને બે દિકરી છે. સગાના કહેવા મુજબ રામજીભાઇને મણકાનો દુઃખાવો હોઇ અગાઉ ઓપરેશન કરાવ્યું હતું. આમ છતાં રાહત થતી ન હોઇ કટાળી જઇ આ પગલુ ભરી લીધું હતું.
(3:55 PM IST)










