તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
લોકમેળાની તડામાર તૈયારીઓઃ સ્ટોલ બંધાવા માંડયાઃ કાલે કલેકટર
આકર્ષક નામ જાહેર કરશેઃ સિકયુરીટીનું ટેન્ડર હવે ૧૧મીએ ખોલાશે

રાજકોટઃ કલેકટર તંત્ર આયોજીત અને રેસકોર્સ મેદાનમાં યોજાનાર ભવ્યાતિભવ્ય લોકમેળા અંગે રેસકોર્ષ મેદાન ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, સ્ટોલ-રાઇડ બંધાવા માંડયા છે, ૮ દિ' બાદ ૧૪મીથી ‘‘વિજયોત્સવ'' મેળો શરૂ થશે, તંત્રે સ્ટોલ લેવા માંગતા વેપારીઓને આજે હજુ ૧ દિવસ આપ્યો છે, ૧૧ર સ્ટોલ ખાલી છે, જેમને જોઇતા હોય તેને આજે જ બપોરે ૩ સુધીમાં ફોર્મ-ડ્રાફટ ભરી સ્ટોલ મેળવી શકશે, હરરાજી પણ ઓપન ફોર ઓલ રખાઇ છે. કાલે કલેકટર દ્વારા પત્રકારો સમક્ષ આકર્ષક નામ જાહેર કરાશે, માહિતી ખાતાએ ૩ હજારમાંથી શોર્ટ લીસ્ટ કરી ૧રપ જેટલી એન્ટ્રી કલેકટર પાસે મોકલી છે, જેમાં રસધાર, નટખટ, રમઝટ, રંગે ચંગે વિગેરે નામો આકર્ષક છે, કલેકટરે ‘‘અકિલા''ને જણાવેલ કે કાલે વધુ વિગતો અપાશે, મુખ્યમંત્રીને લોકમેળાના ઉદ્ઘાટન માટે આમંત્રણ પાઠવાયું છે, તેમના સમય મુજબ તા. ૧૪મીએ મેળો ખુલ્લો મૂકશે સિકયુરીટીના ટેન્ડરમાં વધુ ભાવ આવતા ટેન્ડર રિ ટેન્ડર કરાયું છે. હવે ૧૧મીએ ખૂલશે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
(3:31 PM IST)










