તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
માલગાડીના ડબ્બા પર આપઘાત કરવા ચડેલા માનસિક અસ્થિર બાળકને બચાવી પરિવારને સોંપતી રાજકોટ રેલ્વે પોલીસની સર્વેલન્સ ટીમ

રાજકોટ તા.૬: આજે રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ એલ.સી.બી./એસ.ઓ.જી, પ.રે. રાજકોટ તેમજ R.P.F. સ્ટાફના માણસો રાજકોટ રેલ્વે સ્ટેશન ઉપર હાજર હતા તે દરમિયાન ૧૦/૪૦ વાગ્યે આસપાસ પ્લેટફોર્મ નં.ર ઉપર માનસિક રીતે અસ્વસ્થ બાળક નામે સુજીત સ/ઓ રાજેશભાઇ ચૌહાણ (ઉ.વ.૧૩ રહે.ભગવતીપરા શેરી નં.પ રાજકોટ) માલગાડી ટ્રેનના ડબ્બા પર ચડી ગયેલ હોવાનું જાણવા મળતા તુર્ત જ સ્થળ પર પહોંચી પરિસ્થિતિથી વાકેફ થઈ ડબ્બા ઉપરથી ઇલેક્ટ્રીકનો હાઇ-વોલ્ટેજનો વાયર પસાર થતો હોય કોઇ ગંભીર ઘટના બને અને માસુમ ભોગ બને તે પહેલા તાત્કાલીક રાજકોટ રેલ્વે સ્ટેશનના સ્ટેશન માસ્તરની મદદ લઈ વીજકરંટ કપાવી નાખવામાં આવ્યો હતો. બાદમાં બાળકની નજીક જઈ તેમને વાતચીત દ્વારા સમજાવી નીચે ઉતારી લેવાયો હતો.
તેની વધુ પુછપરછ કરતા તે બાળક માનસિક અસ્થિર મગજનો હોવાનું જણાતું હતું. તેમને રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશન લઇ આવી તેમના પિતાજીનો મો.ફોન નંબર આપતા સંપર્ક કરી તેના પિતા રાજેશભાઇ મનોહરલાલ ચૌહાણ (ઉ.વ.પ૨ ધંધો મજુરી રહે.ભગવતીપરા શેરી નં.પ રાજકોટ) ને રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશન બોલાવી હેમખેમ સોંપી આપવામાં આવ્યો હતો.
આ કામગીરી ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી. એચ.એમ. રાણાની ટીમના મધુરાજસિંહ ઇન્દ્રસિંહ, જયવીરસિંહ વનરાજસિંહ, યોગીરાજસિંહ ફતેહસિંહ, વિપુલભાઇ નરસંગભાઇ, પળથ્વીરાજસિંહ જયવંતસિંહ, સિધ્ધરાજસિંહ કનુભા, દિવ્યરાજસિંહ કિશોરસિંહ, ભુપતભાઇ કાનાભાઇએ કરી હતી.
(3:25 PM IST)










