<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

સથવારો ફાઉન્‍ડેશન દ્વારા ૧૦ હજાર પરિવારો માટે ખાદ્ય વસ્‍તુઓનું વિતરણ

સ્‍વ.વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી કોર્પોરેટર કેતન પટેલનું સેવામય આયોજન

રાજકોટઃ સૌરાષ્‍ટ્રની જાણીતી સેવા સંસ્‍થા સથવારો ફાઉન્‍ડેશન દ્વારા માતૃશ્રી સ્‍વ.વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી તેમજ પ્રમુદ કોર્પોરેટર તેમજ રાજકોટ મ્‍યુ.કોર્પોરેશનના બાંધકામ સમીતીના ચેરમેન કેતન પટેલના માર્ગદર્શનમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ છેલ્લા ૩૪ વર્ષથી સતત કરવામાં આવે છે. જેમાં આર્થિક રીતે નબળા કુટુંબને દર મહિને વિનામુલ્‍યે અનાજ વિતરણ, ગરીબ દર્દીઓને વિનામુલ્‍યે દવા સહાય, ઈમરજન્‍સી કેસ માટે લોહીની સહાય મહા રક્‍તદાન શિબીરોનું સતત આયોજન, દર વર્ષે અભ્‍યાસ માટે વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે નોટબુક તથા પુસ્‍તક-યુનીફોર્મની સહાય, દર વર્ષે જન્‍માષ્‍ટમી પર્વ નિમિતે ટોકન ભાવે ચીજવસ્‍તુ વિતરણ, દર વર્ષે આર્થિક તથા નબળા વર્ગના લોકોને રેકડી, અપંગને ટ્રાઈસીકલ તથા ધાબડા વિતરણ, નવરાત્રી દરમ્‍યાન શહેરની ગરીબીની બાળાઓને પ્રસાદ તથા લાણી, આર્થીક રીતે નબળા કુટુંબને પ્રસંગોપાત વાસણો વિનામુલ્‍યે ભાડે આપવામાં આવે છે.

દર વર્ષે ઋષિ પંચમી નિમિતે કસ્‍તુરબાધામ ત્રંબા ખાતે ફરાળ પ્રસાદ દર વર્ષે માતાના મઢ ચાલીને જતા પદયાત્રીકો માટે રાવટી તથા પ્રસાદ અમરનગર ખાતે, ૨૪ કલાક એમ્‍બ્‍યુલન્‍સ સેવા, હનુમાન જયંતી ઉપર સમસ્‍ત રાજકોટ બટુક ભોજન તથા જીવદયા-ગૌસેવા સહિતની સુપ્રવૃતિઓ સતત કરવામાં આવે છે. પ્રવર્તમાન કોરોનાની બીમારીના સમયમાં પણ ૬૦ હજાર જેટલા પ્રાંતીય મજુરો, બાળકો, માટે ટ્રેનની ટીકીટ વ્‍યવસ્‍થા, ભોજન વ્‍યવસ્‍થા, કિટ વ્‍યવસ્‍થા, દવાઓ જગેરેમાં પણ સતત ઉપયોગી બન્‍યું હતું. કોરોના સમયગાળા દખરમ્‍યાન રાજકોટની મુખ્‍ય લગભગ તમામ સંસ્‍થાઓને સથવારો ફાઉન્‍ડેશન તન, મન, ધનથી ઉપયોગી બન્‍યું હતું હજારો દર્દીનારાયણ દરીદ્રનારાયણને રોકડ સહાય, અનાજ સહાય, ભોજન સહાય, મેડીકલ સહાય સંસ્‍થા દ્વારા કરવામાં આવી હતી, જીવદયા-ગૌસેવાની પણ અનેકવિધ પ્રવૃતિઓ સથવારો ફાઉન્‍ડેશન દ્વારા આ કાળમાં કરવામાં આવી છે.

સથવારો ફાઉન્‍ડેશન  દ્વારા સતત ૩૬માં વર્ષે જનમાષ્‍ટમીના પવિત્ર પર્વને ભગવાન કૃષ્‍ટના જન્‍મોત્‍સવને ધામધુમથી, હર્ષભેર વધાવી શકે તેવા ઉમદા અને પવિત્ર આશયથી જીવન જરૂરીયાતની ખાદ્ય વસ્‍તુઓ હજારો પશ્રિવારોને ટોકન દરે વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમના ઉદ્‌ઘાટક મહંત શ્રી દેવપ્રસાદ સ્‍વામી, સ્‍વામીનારાયણ ગુરુકુલ રાજકોટ ઉપસ્‍થિત રહેશે.

સથવારો ફાઉન્‍ડેશન દ્વારા માતૃ શ્રી સ્‍વ.વિમળાબેન પ્રતાપભાઈ રાજદેવની આજીવન પ્રેરણાથી ભવ્‍ય સેવાકીય પ્રવૃતિમાં ફક્‍ત રૂ.૧૦માં ૬ વસ્‍તુ તેલ ૧ લીટર, ચણાનો લોટ ૫૦૦ ગ્રામ, ચોખાના પૌવા ૫૦૦ ગ્રામ, મકાઈના પૌવા ૫૦૦ ગ્રામ આપવામાં આવશે.

તા.૧૦ રવિવારે સવારે ૭ થી ૧૦ કલાકે, ૩ ગુંદાવાડી, મથુરભાઈ રાજદેવ ચોક ખાતે આયોજન કરવામાં આવ્‍યું છે. અગાઉથી આપેલ કાર્ડ તથા રેશનીંગ કુપન લાવવું ફરજીયાત છે. એક વ્‍યક્‍તિ એક થી વધારે કાર્ડ સાથે લાવશે તે માન્‍ય રાખવામાં આવશે નહિ. ૧૮ વર્ષથી ઉપરની ઉંમરના વ્‍યક્‍તિને જ વસ્‍તુ આપવામાં આવશે. આયોજનને સફળ બનાવવા સથવારો ફાઉન્‍ડેશનના પ્રમુખ અને રાજકોટ મહાનગર પાલીકાના આરોગ્‍ય સમીતીના ચરેમેન કેતનભાઈ પટેલના માગર્દનમાં ઉમેશ ભુત, પરેશ વોરા, સુધીર ઠુંમર, રવિ ડાંગર, પ્રશાંત રાયચુરા, મનીષ ઝવેરી, જીતુ કાકડીયા, વિશા ગજેરા, રશ્‍મીન કાકડીયા, મેહુલ જોબનપુત્રા, વિપુલ માખેલા, શૈલેષ હાપલીયા, પરાક્રમસિંહ જાડેજા, જીનલ રૈયાણી, સુરેશ ચૌહાણ, પ્રદિપ અનડકટ, બકુલ મકવાણા, હિતેષ ડોબરીયા, કૌશલ ધામી, સ્‍મીત ટુંમર, સંજય જોબનપુત્રા, હિરેન ગણાત્રા, સંજય વઘાસીયા તથા કાર્યકર્તાઓની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સમગ્ર આયોજન અંગે ગુંદાવાડી વેપારી મિત્ર મંડળનો હર હંમેશનો સહયોગ મળી રહ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે

(3:24 PM IST)