<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

જેલમાં ડબલ મર્ડરના ગુનાના કેદીનું આંચકી ઉપડયા બાદ મોત

૨૦૧૩માં ભાઇ-ભાભીની હત્‍યા કરી હતીઃ પ્રવિણ મણીયારને સારવારમાં ખસેડાયા પણ દમ તોડી દીધો

 

રાજકોટ તા. ૬: પોપટપરા સેન્‍ટ્રલ જેલમાં ડબલ મર્ડરના આરોપી પાકા કામના કેદીનું આંચકી ઉપડયા બાદ બેભાન થઇ જવાથી મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ રણછોડનગરમાં રહેતાં પ્રવિણભાઇ મણીલાલ મણીયાર (ઉ.વ.૫૦) જેલની બેરેકમાંહતાં ત્‍યારે તબિયત બગડતાં સારવાર માટે ગઇકાલે સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે મૃત્‍યુ થયું હતું. તેને આંચચકી અને ડાયાબીટીશની બિમારી હતી. વર્ષ ૨૦૧૩માં પોતાના જ ભાઇ-ભાભીની પારિવારીક કારણોસર હત્‍યા કરી હોઇ તેમાં સજા પડતાં પાકા કામના કેદી તરીકે જેલમાં હતાં. સંતાનમાં એક દિકરી છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્ર.નગર પોલીસને કાર્યવાહી કરી હતી. (૧૪.૧૧)

(2:59 PM IST)