<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

કાલે રામનાથ મહાદેવને ધ્‍વજારોહણઃ વાજતે-ગાજતે ધ્‍વજાયાત્રા

એકસાથે ૧૪ ધ્‍વજા ચડાવાશેઃ દલીત અને વાલ્‍મીકી સમાજના બહેનો દ્વારા દાદાને ધ્‍વજા માથે ચડાવી ધ્‍વજા યાત્રાની શરૂઆત થશેઃ યાત્રા કિશોરસિંહજી સ્‍કૂલથી શરૂ થઈ રામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થશેઃ મહાદેવ ભક્‍તોને આમંત્રણ

રાજકોટઃ પવિત્ર શ્રાવણ ચાલી રહ્યો છે. દરેક જીવ શિવમય બની ગયા છે, ઠેર ઠેર શિવમંદિરમાં ભક્‍તોની ભીડ જોવા મળે છે. રાજકોટના રામનાથપરા વિસ્‍તારમાં અનેક મંદિર આવેલ છે. તેમાં રાજકોટના રાજા સ્‍વંયભૂ શ્રી રામનાથ મહાદેવ પણ બિરાજમાન છે. જે આજી નદીના પટમાં આશરે ૪૦૦ વર્ષથી બીરાજે છે. શ્રાવણમાસ દરમ્‍યાન લાખો ભાવિકો દાદાના દર્શન કરી મન પવિત્ર કરી આત્‍માનું કલ્‍યાણ કરે છે. શ્રીરામનાથ મહાદેવ ધ્‍વજા રોહણ સમિતિ દ્વારા સતત ૧૮ વર્ષ થયા વાજતે-ગાજતે રામનાથ મહાદેવને ધ્‍વજારોહણ કરવામાં આવે છે. જેની શરૂઆત સ્‍વ.બકુલભાઈ વોરાએ કરેલ હતી. તે યાત્રા આ વર્ષે આવતીકાલે તા.૭ને ગુરૂવારના રોજ રાત્રે ૯ કલાકે ધ્‍વજારોહણ સમિતિ દ્વારા કિશોરસિંહજી સ્‍કૂલ, કોઠારીયા નાકાથી વાજતે-ગાજતે ધ્‍વજાયાત્રા રાખેલ છે.

સામાજીક સમરસતાનાં માધ્‍યમ સાથે દલીત સમાજના તથા વાલ્‍મીકી સમાજના બહેનો દ્વારા દાદાની ધ્‍વજા માથે  ચડાવી યાત્રાની શરૂઆત કરે છે. યાત્રામાં અંદાજે ૫૧ કરતાં વધારે સામાજીક સંસ્‍થાઓ તથા અનેક વિધ સમાજ પણ જોડાય છે. હિન્‍દુ સંસ્‍કૃતિનું ચિન્‍હ ભગવા ધ્‍વજાની આગેવાનીમાં આ યાત્રાની શરૂઆત થાય છે. યાત્રાની અંદર આવતાં દરેક વ્‍યક્‍તિ ધર્મધ્‍વજની પાછળ ચાલીને યાત્રા સંપન્‍ન કરે છે. યાત્રામાં ડી.જેનું પણ આકર્ષણ છે જેમાં શિવજીનાં ભજનો વગાડવામાં આવે છે અને ભાવિકો ભક્‍તિમય હર્ષ સાથે જેમ જીવમાં શિવ ભળે તેમ નાચ-ગાન કરતાં હોય છે. આ યાત્રામાં મુખ્‍ય ધ્‍વજા ઉપરાંત અનેક વિધ સંસ્‍થા દ્વારા પણ ધજા ચડાવવામાં આવે છે. આ વખતે એકી સાથે ૧૪ ધ્‍વજા ચડાવવામાં આવશે. જેમાં સૌ પ્રથમ વખત આજી નદીનું પવિત્ર જળ આજીડેમ માંથી લઈ કાવડ લઈ રાધેશ્‍યામ ગ્રુપ ભગવતીપરાના કાવડીયા જોડાશે અને હિન્‍દુ જાગરણ મંચ નટરાજ વિસ્‍તાર, નેપાળી સમાજ, શ્રી પાર્ક સોસાયટી મોરબી રોડ, થેલેસેમીયા સોસાયટી, મહાદેવ ગ્રુપ દુધસાગર રોડ, ગૌરક્ષક કિશનભાઈ સેલાંર, બ્રાહ્મણ સમાજ, વણકર સમાજ, ખાટ સમાજ, મામા સાહેબ ચેરીટેબલ ટ્રસ્‍ટ, બાલાજી મિત્ર મંડળ, દલિત સમાજ, ગજાનન ધામ, શ્રી બાલકૃષ્‍ણ ગ્રુપ તથા કૌશીકભાઈ દવે, કાપડી પરિવાર આ સાથે અલગ-અલગ સંસ્‍થા તથા અલગ-અલગ સમાજના લોકો સાથે રામનાથદાદાની ધ્‍વજા પણ ચડાવવામાં આવશે. યાત્રાને આકર્ષણ જોવા મળે છે.

 યાત્રા કિશોરસિંહજી સ્‍કુલથી શરૂ થઈ ગરૂડ ગરબી ચોકથી રામનાથપરા મેઈન રોડ પરથી પસાર થઈ રામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થશે. આ રસ્‍તામાં ઠેર ઠેર ધ્‍વજા યાત્રાનું બડા બજરંગ ફાઉન્‍ડેશન તેમજ તેના તમામ સભ્‍યો, ગરૂડ ગરબી મંડળ, મામા સાહેબ ચેરીટેબલ ટ્રસ્‍ટ, અંબિકા ગ્રુપ કરણપરા, કોઠારીયાનાકા મિત્ર મંડળ, ભરવાડ સમાજ, રાજપૂત સમાજ, ઓડ સમાજ, કોળી સમાજ જગેરે સમાજ અને જુદી-જુદી સંસ્‍થાઓ દ્વારા સ્‍વાગત કરવામાં આવશે.

યાત્રાની વિશેષ માહિતી માટે નિલેષભાઈ વોરા (મો.૯૮૨૪૨ ૮૫૪૫૫), કલ્‍પેશભાઈ ગમારા (મો.૮૧૨૮૮ ૮૮૮૩૫), નૈમિષભાઈ મડીયા (મો.૯૪૨૮૪ ૬૪૪૯૪) સંપર્ક કરવો. આ યાત્રાને સફળ બનાવવા માટે ભરતભાઈ ત્રિવેદી, વિનય જોષી, કિરીટભાઈ પાંધી, ભરતભાઈ મહેતા જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે કિરીટભાઈ પાંધી, કલ્‍પેશભાઈ ગમારા, વિનય જોષી, પ્રણવ દવે, વિક્રમભાઈ ટામટા, નરેશભાઈ વિશ્વકર્મા, મોહનભાઈ ઠાકુર, ધર્મેશભાઈ જીવરાજાની નજરે પડે છે.

(2:21 PM IST)