<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

મનપામાં ઇ.આસી. કમિશનર ધડુકને ઇસ્‍ટ, કાથરોટીયાને સેન્‍ટ્રલ તથા ડોડીયાને વેસ્‍ટ ઝોનનો હવાલો

ઝોન હેઠળ ડે. કમિશનરના નેજા હેઠળ ઝોનલ કક્ષાની કામગીરી, ફરીયાદોના સુપરવીઝનની કામગીરી ઝોન આસી. મ્‍યુ. કમિશનર તરીકે સુપ્રત કરવા મ્‍યુ. કમિશનરનો હુકમ

રાજકોટ , તા. ૪ : મનપાની  વિવિધ સેવાઓ શહેરીજનોને પોતાના નિવાસ સ્‍થાનથી નજીકના સ્‍થળે મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની કામગીરી ઝોનવાઈઝ કાર્યરત કરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા નાયબ મ્‍યુનિસિપલ કમિશનઓને જુદી-જુદી શાખાઓની કામગીરીની ફાળવણી તેમજ ઝોનલ કક્ષાએ કરવાની થતી કામગીરીની ફાળવણી કરવામાં આવેલ છે તેમજ વંચાણે-૨  આસી.મ્‍યુનિસિપલ કમિશનરોને જુદી-જુદી શાખાઓની કામગીરી સુપ્રત કરવામાં આવેલ છે.

ઝોનલ નાયબ કમિશનરો દ્વારા ઝોન લેવલે થતી સુપરવિઝનની કામગીરી વધુ સારી અને અસરકારક રીતે થઈ શકે તે હેતુથી આસી. મ્‍યુનિસિપલ કમિશનરોને શાખાની કામગીરી ઉપરાંત ઝોન કક્ષાએ સંબંધિત ઝોન હેઠળનાં નાયબ કમિશનરોના નેજા હેઠળ ઝોનલ કક્ષાની તમામ કામગીરી/ફરિયાદોનું સુપરવિઝનની કામગીરી ઝોનલ આસી.મ્‍યુનિસિપલ કમિશનર તરીકે સુપ્રત કરવાનો  હુકમ કરવામાંઆવ્‍યો છે.

જેમાં એસ.જે.ધડુક -(ઈ.ચા.આસી.કમિશન) ઝોનલ આસી.મ્‍યુનિ. કમિશનર, સેન્‍ટ્રલ ઝોન બી. એલ. કાથરોટીયા -ઈ.ચા.આસી.કમિશન ઝોનલ આસી.મ્‍યુનિ. કમિશન સેન્‍ટ્રલ Ë ઝોન તથા ડી.એમ. ડોડિયા (ઇ.ચા. આસી. કમિશનર)ને ઝોનલ આસી.મ્‍યુનિ. કમિશનર,  વેસ્‍ટ ઝોનની જવાબદારી સુપ્રત કરાઇ છે.  (

(3:41 PM IST)