તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
ઉમિયા મોબાઇલ લિમિટેડના આઇપીઓનું રાજકોટમાં થયું શાનદાર લિસ્ટીંગ
હાલ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કંપનીના ૨૭૦ આઉટલેટ કાર્યરત, આગામી સમયમાં રાજસ્થાન, યુ.પી, એમ.પી., ગોવામાં નેટવર્ક સ્થાપીત કરાશેઃ બંટીભાઇ પટેલ

રાજકોટઃ મોબાઈલ ક્ષેત્રે અવલ નામ ધરાવતી રાજકોટની ઉમિયા મોબાઈલ મૂડી બજારમાં પ્રવેશ કરવાની જાહેરાત કર્યા બાદ કંપની અને પ્રમોટર દ્વારા આઈપીઓ લોન્ચ કરવામાં આવ્યો હતો. ૬૬ રૂપિયાના રિટેલ પ્રાઇસ સાથે મૂડી બજારમાં પ્રવેશ કરનારી ઉમિયા મોબાઈલ કંપનીનો આજે કંપનીના માલિકો, સમાજ અગ્રણીઓ તેમજ બોમ્બે સ્ટોક એક્સચેન્જના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં રાજકોટ ખાતે શાનદાર લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ઉમિયા મોબાઈલના આઇપીઓનું શાનદાર લીસ્ટીંગ થતાં જ ઉપસ્થિત તમામ આમંત્રિત લોકોએ આઇપીઓ લિસ્ટિંગને તાળીઓના ગડગડાટ થી વધાવી લીધું હતું.
ઉમિયા મોબાઈલ ના માલિકો તેમજ પ્રમોટરોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અમારા માટે આ બહુ મોટી વાત છે કે અમારી કંપનીએ સફળતાપૂર્વક મૂડી બજારમાં પ્રવેશ કર્યો છે. છેલ્લા ૧૪ વર્ષથી કંપનીએ જે ઉતરોતર પ્રગતિ કરી હતી તેના પરિણામ સ્વરૂપે અમોએ આ વર્ષે મૂડી બજારમાં પ્રવેશ કર્યો છે. અને આજે શાનદાર લિસ્ટિંગ થતાં અમારા માટે આ ઘડી ગૌરવ રૂપ ઘડી બની રહી છે.
બંટીભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્ર થઈને હાલ કંપનીના ૨૭૦ જેટલા આઉટલેટ કાર્યરત છે આવનારા દિવસોમાં મહારાષ્ટ્ર ઉપરાંત રાજસ્થાન ઉત્તર પ્રદેશ ગોવા મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ ઉમિયા મોબાઈલ નો નેટવર્ક સ્થાપિત કરવામાં આવશે. ૨૦૧૨માં બહુ નાના પાયે અમે ઉમિયા મોબાઇલની શરૂઆત કરી હતી અને આજે લિસ્ટેડ કંપની થતા અમારી ખુશી આસમાને પહોંચી છે.
કંપની વિશે વાતચીત કરતા ઉમિયા મોબાઈલના બંટીભાઈ પટેલે જણાવ્યું હતું કે ૨૦૧૨માં સ્થાપિત ઉમિયા મોબાઈલ પ્રાઇવેટ લિમિટેડ મોબાઈલ સ્માર્ટફોન મોબાઈલ એસેસરીઝ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ આઇટમોમાં વિશેષતા ધરાવતી અગ્રણી મલ્ટી બ્રાન્ડ રિટેલ કંપની છે ઉમિયા મોબાઈલ એપલ, સેમસંગ, ઓપ્પો, વીવો, મોટોરોલા, રીઅલીમી અને ગૂગલ પિકસલ સહિત વૈશ્વિક બ્રાન્ચના ઉત્પાદનોની વિશાળ શ્રેણીનું છૂટક વેચાણ કરે છે તેના ઇલેક્ટ્રોનિક્સ સેગમેન્ટમાં સોની, એલજીસ પેનાસોનિક અને ગોદરેજ જેવી બ્રાન્ડ ના સ્માર્ટ ટીવી એર કન્ડિશન્ડ,રેફ્રિજરેટર અને કુલર નો સમાવેશ થાય છે. કંપની નિર્ધારિત બ્રાન્ડ ભાગીદારી માપદંડો હેઠળ નાના વિક્રેતાઓ માટે ઉમિયા માય ફોન અને ફોન પ્લસ જેવા ઇન હાઉસ લેબલનો પણ પ્રચાર કરે છે.
આ પ્રસંગે બોમ્બે સ્ટોક એક્સચેન્જના ડાયરેક્ટર તેજસ પટેલે જણાવ્યું હતું કે રાજકોટ અને સૌરાષ્ટ્રની ઘણી કંપનીઓ બીએસસીના પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહી છે. મોટાભાગની લીસ્ટેજ કંપનીઓનો પર્ફોર્મન્સ પણ સારું રહ્યું છે. આજે મને ખુશી છે કે રાજકોટમાં ઉમિયા મોબાઈલનો લિસ્ટિંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે અને અમને આશા છે કે આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર અને રાજકોટની વધુ કંપનીઓ એસ.એમ.ઇ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવા માટે આગળ આવશે.
કંપની વિશે વાત કરીએ તો ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં કંપની દ્વારા ૨૭૦ સ્ટોર ચલાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં ૧૭૦થી વધારે અને મહારાષ્ટ્રમાં ૬૯ સ્ટોર હાલ ચાલી રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી દમણ અને દીવમાં એક એક એમ ૪૦ શહેરોમાં સ્ટોર ચાલી રહ્યા છે. જેમાં ૨૦ માલિકીના સ્ટોર્સ અને અન્ય આઉટલેટનો પણ સમાવેશ થાય છે. પヘમિ ભારતમાં ઉમિયા મોબાઈલની મજબૂતી એ જ દર્શાવે છે.
ઉમિયા મોબાઈલનો આઇપીઓ ૨૮ તારીખે ખુલ્યો હતો અને ૩૦ જુલાઈના બંધ થયો હતો ૨૪.૮૮ કરોડના આઇપીઓ માં કુલ ૩૭,૭૦,૦૦૦ શેર વેચાણ માટે ઓફર કરવામાં આવ્યા હતા. જેમાં ન્યૂનતમ બોલી રૂા.૪,૦૦૦ શેર માટે ૨,૬૪,૦૦૦ રાખવામાં આવી હતી.
કંપની છેલ્લા દસ વર્ષથી ઉતરોતર પ્રગતિ કરતી આવે છે. ૨૦૨૩ ના નાણાકીય વર્ષની સરખામણીમાં ૨૦૨૪ અને ૨૦૨૫ ના વર્ષમાં પણ કંપનીએ શાનદાર માઇલ સ્ટોન એચિવ કર્યા છે. કંપનીના પ્રમોટર તરીકે કિશોરભાઈ પ્રેમજીભાઈ ઝાડવાણી ગીરીશભાઈ પ્રેમજીભાઈ જાદવાણી અને વિજેશ પ્રેમજીભાઈ પટેલ સામેલ છે.
આજના લિસ્ટિંગનીમાં બાન લેબ્સ ના મોભી મૌલેશભાઇ પટેલ,સમાજ અગ્રણી અને ઉદ્યોગપતિ જીતુભાઈ કોટડીયા, બોમ્બે સુપર સિડસ ના અરવિદભાઈ કાકડિયા, મહાનગરપાલિકાના પૂર્વ સ્થાનિક ચેરમેન પુષ્કરભાઇ પટેલ મોબાઈલ ડીલર અને ડિસ્ટ્રીબ્યુટર , સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(3:54 PM IST)










