<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

રાજકોટના બસપોર્ટના પાણીના પરબ પર અસહ્ય ગંદકી : પ્‍લેટફોર્મ પર પાણી ટપકે છે

ગુજરાત મુસાફર હિત રક્ષક સમિતિ દ્વારા તંત્રવાહકોને રાવ

રાજકોટ તા. ૪ : ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઇન્‍દુભા રાઓલ, દીલીપભાઇ આસવાણી, નાગજીભાઇ વિરાણી, એસ. પી. રાજાણી, પટેલ જયંતિભાઇ હિરપરા, ગીરીશભાઇ વાણીયાની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે રાજકોટના એસ.ટી. બસપોર્ટમાં સ્‍વચ્‍છતાનો સદંતર અભાવ હોય તેમ પાણીના પરબ નીચે ભયંકર ગંદકી જોવા મળે છે.

બસપોર્ટની ઉપર બે માળ હોવા છતા પ્‍લેટફોર્મ નં. ૪ અને ૫ પાસે પાણીના દરોડા નીચે બેઠેલા મુસાફરો ઉપર પડે છે. આમ પાણીના કીચકાણને કારણે પ્‍લેટફોર્મ તેમજ પાણીના પરબ પાસે અસહ્ય ગંદકી સર્જાઇ રહી છે. તેમ છતા તંત્રવાહકો ધ્‍યાન આપતા નથી. બસપોર્ટનો સમગ્ર વિસ્‍તાર સીસી ફુટેજથી સજજ છે. તેમ છતા કોન્‍ટ્રાકટરોને આ હાલત કેમ નજરમાં નથી આવતી. તેવા સવાલો ગુજરાત એસ.ટી. મુસાફર હિત રક્ષક સમિતિ (મો.૯૪૨૬૨ ૨૯૩૯૬)એ ઉઠાવ્‍યા છે.

(3:56 PM IST)