તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
ધર્મજીવન સોસાયટીમાં કાલે ફ્રી કાસ્ય થેરાપી કેમ્પ અને તુલસીના રોપાનું વિનામુલ્યે વિતરણ

રાજકોટ તા. ૪ : ધર્મજીવન સોસાયટી મેઇન રોડ, શ્રીજી ફલેટના પાર્કીંગમાં બ્રેઇન બ્યુટી કલબના પ્રમુખ અને વાઇસ પ્રેસીડેન્ટ નીલાબેન લાખાણી (રાધીકા બ્રાઇડલ) તેમજ મેકઓવર આર્ટીસ્ટ અવનીબેન બગડાઇ દ્વારા કાલે તા. ૫ ના મંગળવારે સાંજે ૪ થી પ ફ્રી કાસ્યા થેરાપી કેમ્પ અને તુલસીના રોપા વિતરણનું આયોજન કરાયુ છે.
આ કેમ્પમાં મનોજભાઇ સરવૈયા આધુનિક કાંસાના મશીન દ્વારા પગના તળીયાને ગાયના ઘી દ્વારા શરીરની ગરમી, ટોકસીનનો નિકાલ કરી આપશે. મશીનનો પ્રત્યક્ષ ડેમોસ્ટ્રેશન સેમીનારમાં ૧૦ મીનીટની કાંસ્યા સારવાર વિનામુલ્યે અપાશે.
આ માટે નામ નોંધાવવા અને વધુ માહીતી માટે અવનીબેન બગડાઇ (મો.૯૭૨૩૬ ૫૯૭૩૯)નો સંપર્ક કરવા જણાવાયુ છે.
આ ફ્રી કાંસ્યા થેરાપી કેમ્પની સાથો સાથ ૨૫૧ તુલસીના રોપાનું વિનામુલ્યે વિતરણ કરાશે. આ કેમ્પમાં ધર્મજીવન સોસાયટી, ગીતાનગર, શ્રમજીવી સોસાયટી, ગુંદાવાડી, ગોપાલનગર, વાણિયાવાડી, કેવડાવાડી, સોરઠીયા પ્લોટ વોર્ડ નં. ૧૪ ના તમામ ભાઇ બહેનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.
સમગ્ર કેમ્પ અને તુલસીના રોપા વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા પ્રભાબેન વસોયા, ધર્મિષ્ઠાબેન વાઘેલા, અરૂણાબેન મગવાણિયા, હિનાબેન આદ્રોજા, શીતલબેન સોની, ડીમ્પલબેન સાયાણી, અલ્પાબેન ભટ્ટી, મેઘનાબેન રાજવીર, આશાબેન ભટ્ટી, નયનાબેન ત્રિવેદી, ગીતાબેન રાજા, રીનાબેન સીયાણી, મેઘનાબેન પીઠવા, સાવીત્રીબેન યાદવ, દેવીયાનીબેન રાવલ, સીમાબેન અગ્રવાલ, આરતીબેન સંઘવી, આશાબેન પારેખ, મીનાબેન સિધ્ધપુરા, શીતલબેન અઘારા, પવનભાઇ સુતરીયા, કેયુરભાઇ મશરૂ, જીજ્ઞેશભાઇ જોષી, રમેશભાઇ કિયાડા, માનસુરભાઇ વાળાા, મનીષભાઇ જોષી, કુમકુમ ગ્રુપના મનોજભાઇ પટેલ, શ્રીજી નર્સરીના મનોજભાઇ ગઢવી જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા બ્રેઇન બ્યુટી બલકના નીલાબેન લાખાણી, અવનીબેન બગડાઇ, અરૂણાબેન મગવાણિયા, પ્રભાબેન વસોયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:26 PM IST)










