તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
PhD પ્રવેશ પરીક્ષા પ્રશ્ને ફરી કુલપતિ ઉત્પલ જોશીને NSUIની ઉગ્ર રજુઆતઃ ઘેરાવ
કુલપતિ જોશી સામે રાજકીય અખાડો બનાવવાનો નરેન્દ્ર સોલંકીનો આક્ષેપ

રાજકોટ તા.૪: સોૈરાષ્ટ્ર યુનિવર્સીટીમાં આજે સંઘ પરિવારના એક કાર્યક્રમમાં કુલપતિ ઉત્પલ જોશી સામે NSUI એ વિરોધ કરીને ઉગ્ર રજુઆત કરીને ઘેરાવ કરતા પોલીસ દોડી ગઇ હતી.
છેલ્લા બે વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા PhD એન્ટ્રેસ પરીક્ષા રદ કરવામાં આવી છે, જેના કારણે હજારો વિધાર્થીઓના ભવિષ્ય મુશ્કેલીમાં મુકાય ગયા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ તમામ વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યું છે. ગુજરાત રાજ્યની અન્ય સરકારી યુનિવર્સિટીઓ માં જો PhD ની એન્ટ્રેસ પરીક્ષા લેવામાં આવતી હોય અને ખાસ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા દ્વારા પણ હાલમાં જ પીએચડી એન્ટ્રેસ પરીક્ષા આપીને PhD માં એડમિશન લીધેલ હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શા કારણોસર PhD ની એન્ટ્રેસ પરીક્ષા રદ કરવામાં આવી? જે મોટો સવાલ છે આ નિર્ણયથી હજારો વિધાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે અમારી માંગણી છે કે આ વર્ષે તાત્કાલિક ધોરણે PhD એન્ટ્રેસ પરીક્ષા ફરી શરૂ કરવામાં આવે. જેથી સૌરાષ્ટ્રભરના હજારો વિધાર્થીઓને તેનો લાભ મળે અને તેઓને આ મુશ્કેલીમાંથી રાહત મળે.
નરેન્દ્ર સોલંકી પ્રમુખ, ગુજરાત પ્રદેશ ફલ્શ્ત્ એ જણાવેલ કે ઉપરોક્ત વિષય અન્વયે કુલપતિશ્રીને બે વખત રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ નિર્ણય કરવામાં આવ્યો નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા એક દોઢ મહિનામાં વિધાર્થી હિતનો એક પણ કાર્યક્રમ કરવામાં કુલપતિશ્રીને કોઈ રસ ન હોય જ્યારે જ્યારે માત્ર ને માત્ર ય્લ્લ્ અને ભાજપને કઈ રીતના ફાયદો થાય તે માટેના કાર્યક્રમો અવારનવાર કુલપતિશ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરી અને અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને રાજકીય અખાડો બનાવવાનું કામ એ આ કુલપતિશ્રી કરી રહ્યા છે તેનો અમે વિરોધ કરી રહ્યા છીએ.(૨.૧૭)
(3:17 PM IST)










