<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

હૃદયના ધબકારા થંભી જવાથી ૪૧ વર્ષના પ્રવિણભાઇ અને ૩૬ વર્ષના મધુબેનના મૃત્‍યુ

વાવડીના યુવાન અને ભીડભંજન સોસાયટીના મહિલા ઘરે બેભાન થઇ ગયા બાદ સિવિલ હોસ્‍પિટલમા ંમૃત્‍યુઃ ટીલાળા અને સભાડ પરિવારોમાં ગમગીની

 

રાજકોટ તા. ૪: હાર્ટએટેકથી એક યુવાન અને મહિલાના મૃત્‍યુ થયા છે. ગોંડલ રોડ પર વાવડી પુનીતનગર પાસે ગાત્રાળ શેરી-૬માં રહેતાં પ્રવિણભાઇ નાનજીભાઇ ટીલાળા (ઉ.વ.૪૧) નામના યુવાન રાતે બે વાગ્‍યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

મૃત્‍યુ પામનાર પ્રવિણભાઇ બે ભાઇમાં નાના હતાં. સંતાનમાં એક દિકરી અને અને એક દિકરો છે. પોતે ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેમના મોટા ભાઇનું કોરોના વખતે અવસાન થયું હતું. મોભીના મોતથી ટીલાળા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

બીજા બનાવમાં યુનિવર્સિટી રોડ ગોપાલ ચોક ભીડભંજન સોસાયટીમાં રહેતાં મધુબેન રણછોડભાઇ સભાડ (ઉ.વ.૩૬) નામના મહિલા સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં સ્‍વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. તેમને સંતાનમાં એક દિકરી છે. પતિ સિક્‍યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ અને પરેશભાઇએ તાલુકા તથા યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. બનાવોને પગલે પરિવારોમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૯)

 

 

 

 

 

 

 

 

 

 

 

(3:10 PM IST)