<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

આજીડેમ ચોકડી પાસેથી વિજય માંગરોલીયા રૂા. પ૧ હજારની સોનાની માળા સાથે પકડાયો

આજીડેમ પોલીસના હેડ કોન્‍સ હરપાલસિંહ જાડેજા, કોન્‍સ દિવ્‍યરાજસિંહ જાડેજા અને પ્રદિપસિંહ ગોહિલની બાતમી

રાજકોટ તા. ૪ :.. આજી ડેમ ચોકડી નજીક માર્કેટીંગ યાર્ડ પાસે સર્વિસ રોડ પરથી આજી ડેમ પોલીસે બાતમીના આધારે એક શખ્‍સને ચોરાઉ સોનાની માળા સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ આજી ડેમ ચોકડી નજીક એક શખ્‍સ ચોરાઉ સોનાની માળા વેંચવા નીકળ્‍યો હોવાની આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્‍સ. હરપાલસિંહ જાડેજા તથા કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ અને હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા માર્કેટીંગ યાર્ડ પાસે સર્વિસ રોડ પરથી વિજય કિશોરભાઇ માંગરોલીયા (ઉ.વ.૩૪) (રહે. ભારતનગર આજીડેમ ચોકડી પાસે)ને રૂા. પ૧,૪૩૦ ની કિંમતની સોનાની માળા સાથે પકડી લીધો હતો. પોલીસની પુછપરછમાં તેણે મહિકા ગામ નવા રીંગ રોડ પર આવેલી એકવાડીમાં રૂમમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ કામગીરી પીઆઇ એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે.જી. રાણા, એ.એસ.આઇ. હારૂનભાઇ ચાનયા, રવિભાઇ વાંક, કિશનભાઇ આહીર, હેડ કોન્‍સ., પિયુષભાઇ ચીરોડીયા, હરપાલસિંહ જાડેજા, સંજયભાઇ બારોટ, દેવાંગભાઇ પાલા, ભરતભાઇ જોગીયા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહીલ, હરપાલસિંહ જાડેજા, મહેશભાઇ કોઠીવાળ, દેવભાઇ ધરજીયા, ગોપાલભાઇ બોળીયા, વિશ્વરાજસિંહ પરમાર તથા મહિલા કોન્‍સ. ધારાબેન મેઘાણી દ્વારા કરવામાં આવી હતી.

(2:33 PM IST)