<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

રાજકોટ જીલ્લામાં જુગારની મોસમ ખીલી ૮ દરોડોમાં ૩૭ શખ્‍સો પત્તા ટીંચતા પકડાયા .

જામકંડોરણાના ઇશ્વરીયા ગામે ૮, જામકંડોરણામાં બે સ્‍થળે પ, ધોરાજીમાં ૭, ભાયાવદરના પડવલા ગામે ૪, શાપર -વેરાવળમાં ૪, પાટડી ગામે ૪ અને પાળપીપળીયા ગામે જુગાર રમતા ૪ શખ્‍સો પકડાયા

રાજકોટ, તા.૪ : રાજકોટ જિલ્લાના જુગારની મોસમ ખીલી હોય તેમ અલગ અલગ ૮ દરોડોમાં પોલીસે ૩૭ શખ્‍સોને પતા ટીંચતા ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડોમાં જામંડોકરણા પોલીસે ઇશ્વરીયા ગામે ત્રીકમ સાહેબના મંદિર પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) રવજી વીરાભાઇ મહીડા, ધંધો મંજુરી (ર) લાલજી ભગવાનજી સરવૈયા, ધંધો મંજુરી (૩) દિનેશ કારાભાઇ મહીડા, ધંધો મંજુરી (૪) દિપક ભુપતભાઇ વાળા, ધંધો મંજુરી (પ) વિશાલ રવજીભાઇ મહીડા, ધંધો મંજુરી (૬) દુર્લભ ચીમનભાઇ મહીડા, ધંધો મંજુરી (૭) ભૂપત પોલાભાઇ વાળા, ધંધો મંજુરી  તથા (૮) જયેશ કાંતીલાલ ચાવડા, ધંધો મંજુરી, બધા રહે. તમામ ઇશ્વરીયાને રોકડા રૂા. રર૭૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

બીજા દરોડામાં જામકંડોરણા પોલીસે જામકંડોરણા ઇન્‍દીરાનગર દશામાનાં મંદિર પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) વરસિંગ નારૂભાઇ વાઘેલા ધંધો ખેતી રહે. રામપર તા. જામકંડોરણા તથા (ર) ગોવિંદ નરશીભાઇ પરમાર ધંધો મંજુરી, રહે. જામકંડોરણા ઇન્‍દરાનગરને  રોકડા રૂા. ૬૮૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

ત્રીજા દરોડોમાં જામકંડોરણા પોલીસે  જામકંડોરણા ઇન્‍દીરાનગર પીન્‍ટુભાઇ ઝાલાની દકુાન રેઇડ કરી તા. ૩-૮-રપ ના કલાક ૧-૪પ વાગ્‍યે જાહેરમાં જુગાર રમતા (૧) સારગ દેવશીભાઇ વાઘેલા ધંધો, કડીયાકામ રહે. જામકંડોરણા ઇન્‍દીરાનગર (ર) હેમત નારુભાઇ વાઘેલા, ધંધો ખેતી રહે. જામકંડોરણા ઇન્‍દીરાનગર તથા (૩) શૈલેષ રઘુભાઇ પરમાર, ધંધો - કડીયાકામ રહે. જામકંડોરણા ઇન્‍દીરાનગરને  રોકડા રૂા. ૧૩પ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. ચોથા દરોડાોમાં ધોરાજી સીટી પોલીસે ધોરાજી જામકંડોરણા રોડ, પાંજરાપોળ પાસે ઇમ્‍પીરીયલ સ્‍કુલની સામે રોકડ કરી જાહેરમાં જુગાર રમતા  (૧) સુરૂભા ભીખુભાઇ વાઘેલા, ધંધો -વેપાર રહે. નવાપરા વિસ્‍તાર, મુ ભુતવડ, (ર) ધના મેરામભાઇ પરમાર, ધંધો પશુપાલ, રહે. નવપારા વિસ્‍તાર મુ. ભુતવડ (૩) હમીર ઉર્ફે ભાવેશભાઇ સુરેશભાઇ મેવાડા, ધંધો મંજુરી, રહે. ગણેશપરા ધોરાજી જિ. રાજકોટ (૪) શૈલેષ અરજણભાઇ, ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. હાવરા ટેઇલરની બાજુમાં કણકીયા પ્‍લોટ, જેતપુર (પ) મહેશ ધનજીભાઇ ડાઘી, ધંધો -વેપાર રહે. ભરવાડવાસ મુ. ડેડરવા, તા. જેતપુર (૬) કમલશે સિંધાભાઇ ડાભી, ધંધો વેપાર, રહે. ભરવાડ વાસ મુ. ડેડકરવા તથા (૭)   દિનેશ ચરીતભાઇ યાદવ, ધંધો- મંજુેરી રહે. ફરેણી રોડ, ધોરાજીને રોકડા રૂા. પ૮૭૦ અને ગંજીપત્તા સાથે ઝડપી લીધા હતા.

 પાંચમાં દરોડામાં ભાયાવદર પોલીસે પડવલા ગામે બાપા સીતારામ ચોકમાં સેજરી પાન પાસે રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) અફરજ આબદી આમરોલીયા ધંધો ખેતી (ર) આદમ ઉમર નોઇડા ધંધો મજુરી (૩) કિશન પરબતભાઇ કતોતરા ધંધો મજુરી તથા (૪) નાનજી રાણાભાઇ મુછડીયા ધંધો મજુરી તમામ રહે. પડવલા ને રોકડા રૂા. રપ૩૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.

છઠ્ઠા દરોડામાં શાપર-વેરાવળ પોલીસે પારડી ગામ રામજી મંદીર પાસે રેઇ કરી જુગાર રમતા (૧) પ્રકાશ વજુભાઇ સીંસાગીયા ધંધો મંજુરી (ર) પોલા રામજીભાઇ ખેર ધંધો મજુરી (૩) કમલેશ શંભુભાઇ ધડુસીયા ધંધો મજુરી (૪) ચેતન જીવાભાઇ મોકરીયા ધંધો મજુરી તથા (પ) ભોજા ભુરાભાઇ મોકરીયા રહે. બધા પારડી ગામને રોકડા રૂા. ૧ર,૩૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. સાતમા દરોડામાં શાપર-વેરાવળ પોલીસે શાપરમાં ક્રિષ્‍ના પાર્ક સોસાયટીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) જીતીન ગોપાલભાઇ રાઠોડ ધંધો મંજૂરી, (ર) સહીલ ધરમદાસભાઇ ચૌહાણ ધંધો પ્રા. નોકરી (૩) મનીષાબેન પ્રવિણભાઇ પરમાર, ધંધો ઘરકામ રહે. શીતળા મંદિર પાછળ તથા (૪) મંજૂબેન વા-ઓ શંભુભાઇ સોલંકી ધંધો મજૂરી, રે. તમામ શાપરને રોકડા રૂા. પ૪૦૦ અને આઠમાં દરોડોમાં લોધીકા પોલીસે આદર્શ સોસાયટી ગામ - પાળ પીપળીયામાં રેઇડ કરી જૂગાર રમતા (૧) મહેશ ધીરૂભાઇ પાનેપરા રહે. ફલેટ નં. ૩૦૧ આદર્શ સોસાયટી (ર) લાલજી હરીભાઇ રાતડીયાએ રહે. વીરવા ગામ (૩) રાજેશ વિનુભાઇ મકવાણા ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. અંજય રેસીડેન્‍સી ગામ શાપર તથા (૪) જયદીપ પ્રભુભાઇ લખધીર ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે. બ્‍લોક નં. ૮ર, અવધ સોસાયટી ગામ-પાળ પીપળીયાને રોકડા પર૦૦ અને ગંજીપતા સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(2:29 PM IST)