<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

સર, કોઠારીયા અને ચિભડા ગામોને ગુણવતાયુકત ઉચ્‍ચ શિક્ષણ મળશેઃ નવી માધ્‍યમિક શાળાઓ શરૂ

મુખ્‍યમંત્રી-શિક્ષણમંત્રીનો આભાર વ્‍યકત કરતા ભાનુબેન બાબરીયા

રાજકોટ, તા.૪: શિક્ષણ એ આવનારી પેઢીના વિકાસ માટે પાયાની જરુરીયાત છે. રાજય સરકાર દ્વારા રાજયમાં શિક્ષણના વેગને વધુ આગળ ધપાવવા માટે તેમજ અંતરળિયાળ વિસ્‍તારનો એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે અને વિદ્યાર્થીઓના ભવિષ્‍યના સર્વાંગી વિકાસના હિત માટે રાજયની અંદર ૯૦ જેટલી માધ્‍યમિક તેમજ ઉચ્‍ચ માધ્‍યમિક શાળાઓની મંજુરી આપવામાં આવી છે.

ગુજરાતમાં બાળકોને બાલવાટિકા થી લઈ ઉચ્‍ચ શિક્ષણ સુધી શિક્ષાની દિક્ષા આપવા માટે રાજયના મળદુ અને મક્કમ મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજયનું શિક્ષણનું માળખું સુદ્રઢ બન્‍યું છે.

રાજયની અંદર મંજુર કરેલી ૯૦ માધ્‍યમિક અને ઉચ્‍ચ માધ્‍યમિક શાળાઓ પૈકી રાજકોટ તાલુકાના સર અને કોઠારીયા ગામ તેમજ લોધિકા તાલુકાના ચિભડા ગામે નવી માધ્‍યમિક શાળાઓ શરૂ થતાં આસપાસના વિસ્‍તારોના બાળકો હવે ગુણવત્તાપૂર્ણના ઉચ્‍ચશિક્ષણ માટે ઘરની નજીકમાં જ સુવિધા મેળવી શકશે, લાંબા અંતરનું અપડાઉન ઘટશે તેના પરિણામે વિદ્યાર્થી વધુ સમય અભ્‍યાસમાં ધ્‍યાન કેન્‍દ્રિત કરી શકશે.

૭૧-રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભા મતવિસ્‍તારના પ્રજાજનોની માંગણીને અનુલક્ષીને માધ્‍યમિક શાળા મંજુર થતાં પ્રજાજનોએ હર્ષની લાગણી અનુભવી હતી અને પ્રજાજનો વતી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ શિક્ષણમંત્રીશ્રી તેમજ મુખ્‍યમંત્રીશ્રીનો આભાર વ્‍યકત કર્યો હતો. 

(2:26 PM IST)