તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th August 2025
ર્માં ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનોને નિઃશુલ્ક સોમનાથ મહાદેવની જાત્રા કરાવી

રાજકોટઃ ર્માં ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ચાલતી સેવામાં સતત ત્રીજા વર્ષે નિરાધાર વિધવા બહેનોને વિનામૂલ્યે સોમનાથ મહાદેવના દર્શન કરવા અર્થે શ્રાવણ માસના પ્રથમ સોમવારે બે બસ ભરીને બહેનોનો સોમનાથ તેમજ જુનાગઢનો બસ પ્રવાસ કરેલ છે જેમાં તમામ બહેનોને નિઃશુલ્ક પ્રવાસ હતો તેમજ બે ટાઇમ ફરાળ પણ આપેલ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, ર્માં ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વ્હીલ ચેર, બેડ પાન, ઘોડી વગેરે જેવા સાધનો જરૂરીયાતમંદો ને આપવામાં આવે છે. તેમ નયનાબેન ગોહેલ, હરિભાઇ રાઠોડ, કોમલ પરમાર, સમીક્ષા રાઠોડે જણાવ્યું હતું (તસ્વીર અભિજીત બગથરીયા)
(2:25 PM IST)










