તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
મારામારીમાં સામેલ લોધેશ્વર સોસાયટીના ઋત્વીક ઉર્ફ દાદૂને પાસામાં ધકેલાયો
માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમે વોરન્ટ બજવણી કરીઃ અમદાવાદ જેલહવાલે

રાજકોટ તા. ૩૧: મારામારીના ગુનામાં સામેલ વધુ એક શખ્સને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસા તળે જેલમાં ધકેલી દીધો છે.
ગોંડલ રોડ પર પીડીએમ કોલેજ પાછળ લોધેશ્વર સોસાયટી-૭/૪ના ખુણે રહેતાં ભરત ઉર્ફ ઋત્વીક ઉર્ફ દાદુ બાબુભાઇ ઝરીયા (ઉ.વ.૨૦)ને પાસામાં ધકેલવાની દરખાસ્ત જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીના માર્ગદર્શનમાં તૈયાર કરી માલવીયાનગર પોલીસે મંજુરી માટે મુકી હતી. જે મંજુર કરી પોલીસ કમિશનરે તેને અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ કર્યો હતો. ઋત્વીક વિરૂધ્ધ માલવીયાનગર અને તાલુકા પોલીસમાં મારામારી ધમકીના ગુના નોંધાયા હતાં.
પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ, એએસઆઇ શૈલેષભાઇ ખીહડીયા, હીરેનભાઇ પરમાર, કેતનભાઇ શેખલીયા, હેડકોન્સ. મહેશભાઇ રૂદાતલા, અજયભાઇ વિકમા, ચિત્રકેતુસિંહ ઝાલા, કોન્સ. મનિષભાઇ, ભાવેશભાઇ, જયદિપસિંહ, અમરદિપસિંહ, પીસીબીના એમ.આર. ગોંડલીયા, રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયાએ વોરન્ટ બજવણી કરી હતી. (૧૪.૧૦)
(4:19 PM IST)










