તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
વ્યાજ નહિ દે તો મારો ઘરવાળો ચોટલો પકડી ગાડીમાં નાંખી લઇ જશે, મારી નાંખશે!: શોભનાબેન રેણુકાને ધાકધમકી
રેલનગરના મહિલાએ રોલપ્રેશ મશીન લેવા ૧૦ ટકે ૭ લાખ વ્યાજે લીધા હોઇ દર મહિને ૬૦ હજાર વ્યાજ ભર્યુઃ ૨૨ તોલા સોનુ, ૫૦૦ ગ્રામ ચાંદી લઇ જવાયા, એટીએમથી પૈસા ઉપાડી લીધા પછી સતત ફોન કરી, રૂબરૂ આવી પઠાણી ઉઘરાણીઃ વ્યાજખોરીના અન્ય બનાવમાં રેલનગરના ચિરાગ બ્લોચે દિકરીની ફી ભરવા ૧૫ ટકે ૧૫ હજાર લીધાઃ ત્રણ હપ્તા ભર્યા બાદ રકમ ચુકવી ન શકતાં પરિચીત ધ્રુવ ગોસ્વામીએ ધાકધમકી ચાલુ કરીઃ બંને બનાવમાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૩૧: વ્યાજખોરીના વધુ બે બનાવ નોંધાયા છે. જેમાં રેલનગરમાં રહેતાં મહિલાએ પોતાના જ જુના પડોશી એવા મહિલા પાસેથી રોલપ્રેશ મશીન ખરીદવા ૭ લાખ ૧૦ ટકા વ્યાજે લીધા હોઇ તેની સામે વ્યાજ ચુકવ્યા બાદ હાલમાં રકમ ન ચુકવી શકતાં વ્યાજ પેટે ૨૨.૫ તોલા સોનાના અને ૫૦૦ ગ્રામ ચાંદીના દાગીના લઇ ગયા પછી પણ પઠાણી ઉઘરાણી કરી સતત ધમકીઓ અપાતાં ફરિયાદ થઇ છે. બીજા બનાવમાં રિક્ષાચાલકે દિકરીની સ્કૂલ ફી ભરવા પરિચીત શખ્સ પાસેથી ૧૫ ટકા વ્યાજે લીધા હોઇ ત્રણ હપ્તા ભર્યા બાદ રકમ ન ભરી શકતાં તેને ગાળો દઇ ધમકી આપી પઠાણી ઉઘરાણી કરાતી હોઇ બંને બનાવમાં પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.
આ અંગે પ્ર.નગર પોલીસે રેલનગર રામેશ્વર પાર્ક-૩ નિલકંઠ કોમ્પલેક્ષ ત્રીજા માળે ફલેટ નં. ૩૦૨-૩૦૩માં રહેતાં શોભનાબેન મનસુખભાઇ રેણુકા (ઉ.વ.૫૪)ની ફરિયાદ પરથી રામેશ્વર પાર્ક-૪માં રહેતાં પુર્ણાબા ઘોઘુભા ઝાલા અને ઘોઘુભા ઝાલા વિરૂધ્ધ મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છ.ે
શોભનાબેને જણાવ્યું છે કે હું પતિ સાથે રહુ છું. મારે સંતાનમાં બે દિકરા હોઇ તે બંનેના અવસાન થઇ ગયા હોઇ તેના કુલ ચાર સંતાનનું ભરણપોષણ હું અને મારા પતિ કરીએ છીએ. અઢી વર્ષ પહેલા મારા ઓળખીતા પડોશી પુર્ણાબા ઝાલા પાસેથી રોલપાલીશનું મશીન લેવા ૭ લાખ રૂપિયા વ્યાજેથી લીધા હતાં. જેનું ૧૦ ટકા વ્યાજ હોઇ દર મહિને રૂા. ૬૦ હજાર હું તેને ચુકવતી હતી. એ પછી આ મશીન ખરાબ થઇ જતાં મારા પોૈત્ર ઇષાી કામ કરતાં હોઇ તેને ધંધામાં નુકસાની જતાં પુર્ણાબાને વ્યાજ કે મુદ્દલ ચુકવી શકી નહોતી. આ પછી તે અવાર-વનાર ઘરે આવી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતાં હતાં. તેમજ મને ફોન કરી ગાળો દઇ કહેતા કે-વ્યાજના રૂપીયા આપી દેજે નહિતર મારો ઘરવાળો તને ચોટલો પકડી ગાડીમાં બેસાડી લઇ જાશે અને મારી નાંખશે.
મારી પાસે રૂપિયાની સગવડ ન હોઇ વ્યાજનું વ્યાજ ચડાવી સતત ઉઘરાણી કરવામાં આવી હતી. આ પછી પુર્ણાબા વ્યાજના બદલામાં મારી પાસેથી સોનાનો હાર સાડા બાર તોલાનો, અઢી તોલાનો લક્કી પટ્ટો દોઢ તોલાનો બીજો લક્કી પટ્ટો અને દસ વીંટી અઢી તોલાની તેમજ ચેઇન, પેન્ડલ, ૫૦૦ ગ્રામ ચાંદીના દાગીના કંદોરો, સાંકળા, ઝાંઝરી, જુડો વગેરે મળી ૨૨.૫ તોલા સોનુ અને ૫૦૦ ગ્રામના ચાંદીના દાગીના કટકે કટકે લઇ ગયા હતાં. તેમજ મારા પતિનું એટીએમ કાર્ડ લઇ ગયેલ હોઇ તેમાંથી પણ ૨૨ હજાર ઉપાડી લીધા હતાં.
દરમિયાન પુર્ણાબાના પતિ ઘોઘુભા ઝાલા અમારી ઇષાીની દૂકાને આવ્યા હતાં અને મને કહેલ કે તમારા ખાતામાં પેન્શનના રૂપિયા કેમ જમા નથી થયા? તેથી મેં કહેલુ કે એટીએમ ર્કા બંધ થઇ ગયું છે. આથી ઘોઘુભાએ કહેલુ કે હું અને મારા પત્નિ દવા પીને મરી જશું તો તમારી જવાબદારી રહેશે. આ પછી તે જતાં રહેલ. આમ પુર્ણાબા અને તેના પતિ વ્યાજ માટે સતત પઠાણી ઉઘરાણી કરી મારી પાસેથી સોના-ચાંદીના દાગીના પણ લઇગયા હોઇ હજુ પણ ઉઘરાણી ચાલુ રાખી ધમકાવતાં હોઇ ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં શોભનાબેને ફરિયાદમાં કહ્યું હતું.
વ્યાજખોરીના બીજા બનાવમાં પ્ર.નગર પોલીસે રેલનગર આસ્થા ચોક ક્રિષ્ના એપાર્ટમેન્ટની સામેની શેરી નં. ૧૪માં રહેતાં અને રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં ચિરાગ રફીકભાઇ બ્લોચ (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી જામનગર રોડ પરસાણાનગર-૮માં રહેતાં ધ્રુવ ગોસ્વામી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ચિરાગ બ્લોચે જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું. ત્રણ વર્ષથી હું મનિષા સાથે રહું છે, તેણીને અગાઉના ઘરના દિકરી, દિકરો છે. તે પણ અમારી સાથે રહે છે. મોટી દિકરી સોળ વર્ષની અને નાનો દિકરો ૧૪ વર્ષનો છે. ગત નવેમ્બર-૨૦૨૪માં મારી દિકરીની સ્કૂલ ફી ભરવાની હોઇ મારા ઓળખીતા ધ્રુવ ગોસ્વામી પાસેથી પોપટપરાના નાલા પાસે રૂા. ૧૫ હજાર ૧૫ ટકા વ્યાજેથી લીધા હતાં. જેનું હું દર મહિને રૂા. ૨૨૫૦ વ્યાજ થશે તેવું તેણે કહ્યું હતું. મારી પાસે બીજી કોઇ સગવડન હોઇ મજબુરીમાં મેં હા પાડી હતી અને ત્રણ મહિના સુધી રૂા. ૨૨૫૦૦ લેખે વ્યાજ ભર્યુ હતું. બાદમાં રૂપિયા ન હોઇ ચુકી ન શકતાં ધ્રુવ વારંવાર ફોન કરીને મુદ્દલ અને વ્યાજની ઉઘરાણ ી કરી ગાળો દઇ મારી નાખવાની ધમકી આપતો હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં આ બંને બનાવમાં એએસઆઇં એએસઆઇ એસ. વી. જોરા તથા હેડકોન્સ. કે. પી. ગોહિલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૯)
(3:51 PM IST)










