તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
ઘેલા સોમનાથમાં ૬૦૦ વર્ષથી પૂજા-આરતી કરતા ભટ્ટ પરિવારને ભારોભાર અન્યાય કલેકટરને આવેદનઃ ઉપવાસની ચીમકી
એક વર્ષથી ૩-૩ દિવસના વારા કરાયા તે પરંપરા ખંડીત કરે છેઃ ૧૪ ટ્રસ્ટીઓમાં અમને લીધા નથી.. : જસદણ પ્રાંતે જે નિર્ણય કર્યો છે તે માન્ય નથી : અમે રૂપિયા માટે મંદિરમાં નથી આવતા

રાજકોટ, તા.૩૧: જસદણ નજીકના વિખ્યાત ᅠ ઘેલા સોમનાથ મંદિરના પૂજારીની ભટ્ટ પરિવારે ગઇકાલે બપોર બાદ કલેકટરને આવેદન પાઠવી ધેલા સોમનાથ મંદિરમાં શ્રાવણ માસ દરમ્યાન ભટ્ટ પરિવારની પરંપરા મુજબ બપોરની મહાપુજા અને મહાઆરતી યથાવત રાખવા અંગે માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યુ હતું કે, અમારો ભટ્ટ પરિવાર આશરે છેલ્લા ૬૩૦ વર્ષથી શ્રી ઘેલા સોમનાથ દાદાની મહાપુજા અને મહાઆરતી કરે છે શ્રાવણ માસ દરમ્યાન તેમજ મહાશિવરાત્રીના દિવસે બપોરની મહાપુજા અને મહાઆરતી જે અમારા વેજલ દાદા ભટ્ટ વખતથી ચાલતુ આવે છે જેનો ઈતીહાસ આજે પણ ઘેલા સોમનાથ દાદાના મંદિરમાં રાખવામાં આવેલ છે તો અમારા ભટ્ટ પરિવારની પરંપરામાં અત્યારે છેલ્લા ૧- વર્ષથી ૩-૩ દિવસના વારા કરવામાં આવે છે જેથી અમારી પરંપરા ખંડીત થાય છે તેમ તેમ અમારા ભટ્ટ પરિવારનો આત્માં દુઃખી થાય છે. જે માટે અમો ભટ્ટ પરિવારે નિવેદન પત્ર તૈયાર કરીને તા. ૨૭/૦૭/૨૦૨૫ના રોજ માનનીય કેબીનેટ મંત્રી (કુંવરજીભાઈ બાવળીયા) ને અરજી આપેલ અને તેઓએ અમારી સમક્ષ પ્રાંત અધિકારી સાથે ફોન ઉપર વાત કરેલ ત્યાર પછી ગત તા. ૨૮/૦૭/૨૦૨૫ના રોજ અમોનો પરિવાર પ્રાંત અધિકારી જસદણ ખાતે ગયેલ જેમણે અમને ખુબ સારી રીતે સાંભળીને આખરે નિર્ણય આપેલ કે ૧ - દિવસ વાર્ષીક પુજારી આરતી કરશે અને ૧-દિવસ ભટ્ટ પરિવાર આરતી કરશે. જે અમને પી.ડી.એફ. મારફત કોઈપણ જાતના સ્ટેમ્પラસિગ્નેચર વગર આપેલ છે. જે નિર્ણયથી અમો ભટ્ટ પરિવાર ખુશ નથી. જેમાં અમોને મહાપુજામાં ગર્ભગળહમાં જવા દેવામાં આવતા નથી ખાલી આરતી ઉતારવા માટે જ અંદર આવવા દેવામાં આવે છે જેનાથી અમારી પરંપરા શ્રાવણ માસ દરમ્યાન બપોરની મહાપુજા અને મહાઆરતી કરવાની છે જે એમના નિર્ણયથી ખંડીત થાય છે અને અમારી લાગણીને ઠેસ પહોંચે છે જે માટે અમોના પરિવાર સાથે યોગ્ય
આશરે ૬૩૦ વર્ષથી અમોના ભટ્ટ પરિવારની પરંપરા ચાલી આવે છે તેમાં અત્યારે ટ્રસ્ટીગણમાં કુલ ૧૪ - વ્યક્તિઓ નિમણુંક કરવામાં આવ્યા છે તેમાં અમારા ભટ્ટ પરિવારનો કોઈપણ સભ્ય નો ઉમેરો કરવામાં આવ્યો નથી કારણ કે અમોના વેજલદાદા ભટ્ટ જે ઘેલા સોમનાથ દાદાની સ્થાપના પુજા, અર્ચના તેમજ આરતી કરેલી છે જે દાદાની સ્થાપના કરેલ ભટ્ટ પરિવારને જ આ ટ્રસ્ટી મંડળમાં લેવામાં આવ્યા નથી જેથી આ ઈતિહાસની પુરેપુરી કોઈને ખબર ન હોય તો આ ટ્રસ્ટમાં ભટ્ટ પરિવારના ૩ ૪ સભ્યોને મંત્રી મંડળ (ટ્રસ્ટીગણ)માં લેવા.
અમારા ભટ્ટ પરિવારને દાદાની સેવા કરવાનો અવશર મળ્યો છે પરંપરા ચાલી આવી છે તે અવિરત રાખવા માંગીએ છીએ જે છેલ્લા ૨-વર્ષથી ખંડીત થઈ રહી છે અને અમો ખાત્રી આપીએ છીએ કે અમારો ભટ્ટ પરિવાર મંદિરમાંથી કોઈપણ જાતની લાલચ વગર સેવા કરીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે દાદાની સેવા કરતા રહીશું. અમને બ્રાહમણોને શિવ મંદિરનો એક રૂપિયો પણ ખપે નહીં. અમે રૂપિયા માટે ત્યા આવતા નથી. અમારા વડવાઓની જે પરંપરા ચાલી આવે તેને અવિરત રાખવા માટે આવીએ છીએ. જેમાં અમો ભટ્ટ પરિવારને શ્રાવણ માસ દરમ્યાન પુજા સામગ્રી રાખવા માટે અને ત્યા આખો મહિનો રહેવા માટે (રૂમ નં. ૧૯) આપવામાં આવેલ છે. જે તા. ૧૨/૦૮/૨૦૦૮ નો હુકમ કલેકટરે કરેલ છે હુકમની નકલ પણ આપેલ છે. જે પણ અમોને છેલ્લા ૨-વર્ષથી આપવામાં આવતો નથી. જે અમોને પરત સોંપી આપવામાં આવે તેવી નમ્ર વિનંતી. જો આપનો જવાબ અમોને ૨૪-કલાક માં નહીં મળે તો અમારો પરિવાર મંદિરમાં અમારા વડવાઓની જે ખાંભી છે ત્યા બેસીને અન્ન-જળનો ત્યાગ કરીને ઉપવાસ અંદોલન ઉપર બેસીશું જયા સુધી તમારો નિર્ણય ન આવે ત્યા સુધી. (૩.૧૮)
(4:19 PM IST)










