<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં લોનમેળો યોજાયોઃ તેરા તુજકો અર્પણમાં ૧૫ મોબાઇલ શોધી અપાયા

વ્‍યાજખોરી મામલે રજૂઆત થતાં તત્‍કાળ બે ગુના દાખલ થયાઃ ડીસપી જગદીશ બાગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ વી. આર. વસાવા અને ટીમનું આયોજન

 

રાજકોટઃ જરૂરીયાતમંદ લોકો વ્‍યાજખોરીમાં ફસાતા બચે એ માટે શહેરના પ્ર.નગર પોલીસ સ્‍ટેશન ખાતે લોન મેળાનું અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ઼. લોન મેળામાં ૬૦ જેટલા લોકો હાજર હતાં. તેમાંથી ૧૫ લોકોએ લોન માટે અરજી આપી હતી. તેમજ આ લોનેમળામાં વ્‍યાજખોરી બાબતે રજૂઆત થઇ હોઇ તત્‍કાળ બે ગુના દાખલ કરાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ વી.આર. વસાવા અને સ્‍ટાફે આ આયોજન કર્યુ હતું.  જ્‍યારે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં લોકોના ખોવાયેલા ૧૫ મોબાઇલ ફોન રૂા. ૨,૬૬,૦૧૨ના સીઆઇઇઆર પોર્ટલના ઉપયોગથી શોધીને લોકોને પરત કરાયા હતાં. આ કામગીરીમાં પીએસઆઇ જે. એન. ગમારા, કોન્‍સ. મહેન્‍દ્રભાઇ વાળા, અરવિંદભાઇ ઝાપડીયા, જેસલબેન મોરી, વૈશાલીબેન ધરસેંડા અને રીટાબેન દેવાયતકા રોકાયા હતાં. (૧૪.૧૦)

(3:43 PM IST)