તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
મારે બોડી મસાજ નથી કરાવવું, સેક્સ કરવું છે...કહી સ્પા સંચાલક ભરતનો મહિલા કર્મચારી પર બળાત્કાર
પંચાયત ચોકના રોયલ વેલનેશ સ્પામાં નોકરીના પહેલા જ દિવસે મહિલા ભોગ બનીઃ ડરીને મહિલાએ નોકરી મુકી બીજા સ્પામાં જોડાઇ જતાં ત્યાં જઇને પણ લાફા મારી ખૂનની અને રાજકોટ મુકી દેવાની ધમકી દીધીઃ અંતે મહિલાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી : મહિલાને ટેબલ પર પછાડી હવસખોરી આચરીઃ ધમકી આપી બીજા દિવસે પણ નોકરીએ બોલાવી સ્પાની બીજી બ્રાંચે લઇ ગયોઃ ત્યાં પણ બળજબરી થશે તેવો ભય લાગતાં મહિલા નીકળી ગઇ અને નોકરી મુકી દીધીઃ અરોપીને પકડવા પીઆઇ એચ. એન. પટેલ અને ટીમની તજવીજ

રાજકોટ તા. ૩૧: શહેરમાં દૂષ્કર્મની વધુ એક ઘટના પોલીસ સુધી પહોંચી છે. જેમાં સ્પાના સંચાલકે પોતાના સ્પામાં બોડી મસાજના કામ માટે નોકરીમાં જોડાયેલી મહિલા સાથે નોકરીના પહેલા જ દિવસે મારે તારી પાસે બોડી મસાજ નથી કરાવવું મારે સેક્સ કરવું છે કહી બળજબરીથી હાથ પકડી ટેબલ પર સુવડાવી દઇ બળાત્કાર ગુજારી લેતાં અને કોઇને વાત કરીશ તો તને અને તારા પુત્રને મારી નાંખીશ, રાજકોટ મુકાવી દઇશ કહી ધમકી આપતાં તેમજ બીજા દિવસે ધમકાવી પરાણે નોકરીએ બોલાવી બીગ બાઝારની પોતાની સ્પાની બીજી બ્રાંચ ખાતે લઇ જઇ ત્યાં પણ નશાકારક ગોળી ખાવાથી મજા આવે એવી વાત કરતાં મહિલા ત્યાંથી નીકળી જતાં અને નોકરી છોડી બીજા સ્પામાં કામે લાગી જતાં આ સ્પાના સંચાલકે ત્યાં જઇને ફરીથી મહિલાને ધમકાવતાં અંતે તેણીએ ફરિયાદ નોંધાવી છે.
ભોગ બનનાર ૪૦ વર્ષના મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે હાલ હું રાજકોટ રહુ છું પણ મારુ મુળ વતન અન્ય રાજ્યમાં છે. હું મારા સગીર દિકરા સાથે દસ બાર વર્ષથી રાજકોટ રહુ છું. મારા પતિ અલગ રહે છે. ગુજરાન ચલાવવા હું સ્પા મસાજનું કામ કરુ છું અને આ કામ માટેનું મારી પાસે સર્ટીફિકેટ પણ છે. આજથી ત્રણેક માસ પહેલા મારી આર્થીક પરીસ્થિતી નબળી હતી જેથી મારે કામ કરવાની જરૂરત પડતા મારા મોબાઇલમા ગૂગલ મારફતે રાજકોટ સ્પા મસાજ અંગેનો કોન્ટેકટ નંબર શોધી સંપર્ક કરતા આ સ્પાના સંચાલકે પોતાનુ નામ ભરતભાઈ કહી પોતે રોયલ વેલનેશ સ્પા પંચાયત ચોક પાસે ચલાવે છે તેવુ જણાવ્યું હતું.
બાદમાં મેં કામ બાબતે વાત કરતાં ભરતભાઇએ તેના સ્પા મસાજ પાર્લર ખાતે મને રૂબરૂ બોલાવેલ હતી. જેથી હું યુનિવર્સિટી રોડ શાંતીનિકેતન પાર્ક શેરી નં.૦૧ની સામે રોયલ વેલનેશ સ્પા ખાતે ગઇ હતી. ત્યારે ભરતભાઇએ મને જણાવેલ કે અ મારી બે સ્પાની બ્રાન્ચ છે એક બ્રાન્ચ પંચાયત ચોક યુનિવર્સિટી રોડ ઉપર અને બીજી બ્રાન્ચ બીઁગ બાઝાર પાસે છે. તમને મહિને દસ હજાર પગાર આપીશ.
મારી આર્થિક હાલત ખરાબ હોઇ કામની સખત જરૂર હોવાથી મેં હા પાડી હતી. પ્રથમ દિવસે સવારના અગિયારેક વાગ્યે રોયલ વેલનેશ સ્પા પંચાયત ચોક બ્રાન્ચ ખાતે નોકરી ઉપર ગયેલ ત્યારે એક વ્યક્તિ બોડી મસાજ કરવા આવેલ હતો જેથી અમોએ તેને બોડી મસાજ કરેલ હતું. ત્યારબાદ થોડા સમય બાદ આ સ્પાના સંચાલક ભરતભાઈ જે નુ પુરૂ નામ મને આવડતુ નથી તેઓ મારી પાસે આવેલ અને રૂમનો દરવાજો બંધ કરી દીધેલ અને મારી સાથે ખરાબ વ્યવહાર કરીને ખરાબ શબ્દો બોલીને મને કહેવા લાગેલ કે મારે તારી પાસે મસાજ નથી કરાવવું મારે તારી સાથે સેકસ કરવું છે.
જેથી મેં તેને હું આવુ ખરાબ કામ નથી કરતી માત્ર બોડી મસાજનું કામ જ કરુ છું તેમ કહેતાં તે માનેલ નહિ અને મારા બંને હાથ પકડી મને પરાણ ે ટેબલ પર સુવડાવી દઇ મારા કપડા ખેંચી કાઢી મારી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી લીધો હતો. મેં રાડારાડી કરી તેના હાથમાંથી છુટવાનો ઘણો જ પ્રયાસ કરેલ, પણ મારા જમણા હાથમા અગાઉ ફ્રેકચરની ઇજા થઇ હોઇ હું વધુ બળપુર્વક પ્રતિકાર કરી શકી નહોતો. આ પછી ભરતે મને જતાં જતાં કહેલુ કે કોઇને વાત કરીશ તો તને અને તારા દિકરાને રાજકોટમાં રહેવા નહિ દઉં. તેમ કહી તે ઉગ્ર થઇ ગયેલ અને ધમકી આપતાં હું ખુબ ડરી ગઇ હતી. બાદમાં મારા ઘરે જતી રહી હતી. બીજા દિવસે સવારે ભરતનો મને ફોન આવેલ અને જણાવેલ કે તારૂ આધારકાર્ડ લઇને રોયલ વેલનેશ સ્પા ખાતે આવ, જો તુ નહી આવે તો આવતીકાલની વાત તારા પતિને કહી દઇશ તેમ કહેતાં હું ડરી ગઇ હતી અને સ્પા ખાતે ગઇ હતી. ત્યારે ભરતે કહેલું કે આપણે બીગ બાઝાર પાસે મારી સ્પાની બીજી બ્રાન્ચ આવેલ છે ત્યાં કામ માટે જવાનુ છે. હું ડરેલી હોઉ તેની પાછળ બૂલેટમાં બેસી ગઇ હતી. એ પછી તે બીગ બાઝાર પાસે આવેલ માઇલ સ્ટોન સ્પા ખાતે લઇ ગયેલ અને મને ત્યાં ભરતે કોઇ પદાર્થ બતાવી કહેલુ કે આ ખાવાથી બહુ મજા આવે તેમ કહેતાં મેં તે ગોળી જેવુ ખાવાની ના પાડી દીધી હતી. તે ફરી બળજબરી કરશે એવી બીક લાગતાં હું મારા ઘરે જતી રહી હતી. આ પછી મેં ભરતના ડરથી નોકરી છોડી દીધી હતી.
ત્યારબાદ હાલમાં ગત ૧૨મી જુલાઇના રોજ હું નાના મૌવા સર્કલ પાસ સ્પામાં નોકરી પર હતી ત્યારે ભરત આવ્યો હતો અને તું અમારા સ્પામાં કેમ કામ કરવા આવતી નથી તેમ કહી ગાળો દઇ લાફા મારી તું બહાર નિકળ એટલે તને પતાવી દેવી છે અને તુ રાજકોટ છો ડીને નહી જા તો તને તથા તારા પતિને તથા તારા દિકરાને પતાવી દઇશ તેવી ધમકી આપી તે જતો રહ્યો હતો. ભરતે મને નોકરી પર રાખી મારી મરજી વિરૂધ્ધ શરીર સબંધ બાંધી મને ધમકી આપતાં હું નોકરી છોડી બીજા સ્પામાં કામે જતી હોઇ ત્યાં આવીને પણ મને અને મારા પતિ, દિકરાને મારી નાખવાની રાજકોટ મુકી દેવાની ધમકી આપી હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં ભોગ બનનારે કહેતાં પીઆઇ એચ. એન. પટલની રાહબરીમાં પીએસઆઇ હીનાબેન મણવરે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. (૧૪.૬)
(4:19 PM IST)










