તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Tuesday, 29th July 2025
એચ.જે. ઇન્ડસ્ટ્રીઝ અને શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી યોજાયો 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ'

રાજકોટ: શ્રી શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે ગાદીપતિ પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. સ્મૃતિ ઉપલક્ષ ગુરૃ ઋણથી મુકત થવા માટે શેઠ ઉપાશ્રય જૈન સંઘ-શેઠ ઉપાશ્રય સંઘ સમિતિ જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ તથા એચ.જે. ઈન્ડસ્ટ્રીઝ રાજકોટ એવમ રાજકોટ વોલેન્ટરી બ્લડ બેન્ક એન્ડ રીસર્ચ સેન્ટરના સહકારથી શનિવારે એચ.જે. ઈન્ડસ્ટ્રીઝ અને રવિવારના શેઠ ઉપાશ્રય જૈન સંઘના આંગણે 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ' કરવામાં આવેલ હતો. જેમાં વધુ સંખ્યામાં ડોનરોએ બ્લડ આપેલ હતુ. મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં દીપ પ્રાગટય ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહ, ચંદ્રકાંતભાઈ શેઠ, તથા જે.પી.જી.ના તમામ કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ હતુ. આ કેમ્પનું આયોજન શેઠ ઉપાશ્રય સંઘ સમિતિ તથા જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ હતુ. ચંદ્રકાંતભાઈ શેઠ તથા ટ્રસ્ટી મંડળના માર્ગદર્શન મુજબ જૈન પ્રોગ્રેસીવ ગ્રુપના ૩૦ સક્રિય સેવાભાવી કાર્યકર્તાઓએ એક માસ ઉપરાંત મહેનત કરીને ગુરૃનું ઋણ અદા કરવા અથાગ પુરૃર્ષાથ કરેલ હતો. શેઠ ઉપાશ્રય સંઘના હોદેદારો જીતુભાઈ શેઠ, નયનાબેન મોદી, રિધ્ધિબેન બાવીશી, ચેતનભાઈ વખારિયા, વિધિબેન મહેતા, મુકેશભાઈ જાટકીયા, સુભાષભાઈ પારેખ તેમજ જૈન પ્રોગ્રેસિવ ગ્રુપના સભ્યો પ્રકાશભાઈ આશરા, જગદીશભાઈ ગોસલિયા, વિજયભાઈ આશરા, દિનેશભાઈ ટીંબડીયા, નીતિનભાઈ દોશી, જગદીશભાઈ શેઠ, જતીનભાઈ કોઠારી, હિતેનભાઇ કામદાર, ભાવિનભાઇ ઉદાણી, હસુભાઈ શાહ, રમેશભાઈ શેઠ, કેતનભાઇ કોઠારી, હિરેનભાઈ શાહ, જીતુભાઈ કોઠારી, પ્રફુલભાઈ ઘાટલિયા, પ્રતિકભાઇ મોદી, પ્રતિકભાઇ શાહ, તનસુખભાઈ, શૈલેષભાઈ, વિજયભાઈ પારેખ 'મેગા બ્લડ ડોનેશન' કેમ્પમાં વિ. અનેક કાર્યકર્તાઓએ સક્રિય સેવા આપેલ હતી.(
(3:32 PM IST)










