<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

જાહેરમાં જૂગાર રમતાં મહિલા સહિત ૯, ફલેટમાંથી ૬ મહિલાની ધરપકડ

આજીડમ પોલીસનો રાધેશ્‍યામ સોસાયટીમાં અને તાલુકા પોલીસનો સ્‍પીડવેલ ચોક પાસે રામ ટાઉનશીપમાં દરોડો

રાજકોટ તા. ૨૯: જૂગારના વધુ બે દરોડા પાડવામાં આવ્‍યા હતાં. આજીડેમ પોલીસે જાહેરમાં જૂગાર રમતાં મહિલાઓ સહિત ૯ને અને તાલુકા પોલીસે ફલેટમાં જૂગાર રમતી ૬ મહિલાઓને પકડી લઇ કાર્યવાહી કરી હતી. આજીડેમ પોલીસે કોઠારીયા ચોકડી બ્રહ્માણી હોલ પાછળ રાધેશ્‍યામ સોસાયટીમાં  મીનાબેન અગ્રાવતના મકાનની બાજુમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી પરથી દરોડો પાડી હુડકો ક્‍વાર્ટરના ઘનશ્‍યામ લાલજીભાઇ ગઢાદરા, લાલપરી-૪ના સુરજ ચંદુભાઇ સાકરીયા, રણુજાનગર કનૈયા ચોકના હિતેષ રમણીકભાઇ કુબાવત, સહકાર રોડ ત્રિશુલ ચોકના ઇશાન સવજીભાઇ ચેખલીયા, રેલનગર શિતલપાર્કના રામજી મોહનભાઇ ડાભી, રાધેશ્‍યામ સોસાયટી-૩ના મીનાબેન રોહિતભાઇ અગ્રાવત, આશાપુરા સોસાયટીના અંબાબેન દિનેશભાઇ અધેરા, માધાપર રત્‍નમ વિલાના ગીતાબેન રવિભાઇ ગોસ્‍વામી તથા રાધેશ્‍યામ સોસાયટી-૩ના રંજનબેન સુરેશભાઇ વસોયાને તિનપત્તી રમતાં પકડી લઇ રૂા. ૧૪૯૮૦ની રોકડ કબ્‍જે કરી હતી. પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં હેડકોન્‍સ. એસ. ડી. બારોટ, દેવાભાઇ ધરજીયા સહિતે આ દરોડો પાડયો હતો.

જ્‍યારે તાલુકા પોલીસે સ્‍પીડવેલ ચોકથી નવા ૧૫૦ રીંગ રોડના રસ્‍તે રામ ટાઉનશીપ એ-વિંગમાં દસમા માળે બ્‍લોક નં. ૧૦૦૬માં રહેતી નીશાબેન સંજયભાઇ નંદેસલીયાના ઘરમાં દરોડો પાડી તેને તથા બી-વિંગના નયનાબેન મનોજભાઇ સામાણી, લક્ષ્મણ ટાઉનશીપના વંદનાબેન હિતેષભાઇ વ્‍યાસ, રામ ટાઉનશીપ બી-વિંગના ભાવનાબા દિલીપસિંહ વાઘેલા, લક્ષમણ ટાઉનશીપના યોગીતાબેન નિમેષગીરી ગોસ્‍વામી અને ઉર્મિલાબેન ઇશ્વરગીરી ગોસ્‍વામીને જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૨૭૯૦ની રોકડ કબ્‍જે કરી હતી. હેડકોન્‍સ. જયદિપભાઇ દેવમુરારી, એએસઆઇ સલીમભાઇ માડમ, ધર્મેશભાઇ ડાંગર, અજયસિંહ જાડેજા સહિતે આ દરોડો પાડયો હતો.

(4:04 PM IST)