News of Tuesday, 29th July 2025
ફરાળી ચેવડો- સાગો સ્ટીક- ફરાળી લોટ- પેટીશના નમુના લેવાયાઃ ૧૧ લીટર શરબતનો નાશ
મનપાને રહી-રહીને શ્રાવણ માસ યાદ આવ્યો! : જે.કે. ચોક, પુષ્કરધામ ચોક તથા વિમલનગર મેઇન રોડ વિસ્તારમાં ફુડ શાખાનું ચેકીંગઃ ૪ ને લાઇસન્સ અંગે નોટીસઃ સાધુવાસવાણી રોડના ઝુલેલાલ પાન કોલ્ડ્રીંકસ એન્ડ જ્યુશમાંથી એકસપાયરી ડેટ વીતેલ જથ્થો પકડાયો

રાજકોટ, તા. ર૯ઃ શ્રાવણ માસ નિમિતે ફારાળી ખાદ્યચીજોનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરાળી ખાદ્યચીજો અંગે કુલ ૧૮ સ્થળોએ વિક્રેતાઓની હાઈજેનિક કન્ડિશન તથા શંકાસ્પદ ફરાળી ખાદ્યચીજો અંગે સર્વેલન્સ ચેકિંગ કરવામાં આવેલ. જે મુજબ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ ફરાળી ખાદ્યચીજોના કુલ ૦૫ નમૂના લેવામાં આવેલ.
જેમાં ૧. રાજગરાનો ફરાળી ચેવડો (લુઝ), શ્રી બહુચરાજી સ્વીટ ્રૂ નમકીન ્રૂ બેકરી, બ્લોક નં.૧૨૮, શિવશકિત કોલોની, જે.કે. ચોક પાસે, યુનિવર્સિટી રોડ, રાજકોટ. ૨. સાબુદાણાની ફરાળી ખીચડી (લુઝ) પ્રજાપતિ ફરાળી ખીચડી સેન્ટર, શિવશકિત કોલોની, શેરી નં.૦૮, બ્લોક નં.૧૨૫, યુનિવર્સિટી રોડ, ૩. શ્રી જલારામ ફુડસ ફરાળી પેટેટા- સાગો સ્ટીક (ર૦૦ ગ્રામ પેક), શ્રી ખોડિયાર ડેરી ફાર્મ -આઇસ્ક્રીમ એન્ડ નમકીન, ક્રિષ્ના પાર્ક સોસાયટી બ્લોક નં.૩૩, આલાપ સેન્ચુરી સામે, પુષ્કરધામ રોડ ૪. ફરાળી લોટ -પેટીશ માટેનો (લુઝ) શ્રી ખોડિયાર ડેરી ફાર્મ -આઇસ્ક્રીમ ્રૂ નમકીન, ક્રિષ્ના પાર્ક સોસાયટી બ્લોક નં.૩૩, આલાપ સેન્ચુરી સામે, પુષ્કરધામ રોડ, ૫. ફરાળી પેટીશ (લુઝ) રાધેશ્યામ ડેરી ફાર્મ, વિમલનગર મેઇન રોડ, યમુના પુષ્ટિ હવેલી નીચે, પુષ્કરધામ પાછળથી નમૂના લેવામાં આવ્યા હતા.
સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સાધુવાસવાણી રોડ, આલાપ ગ્રીન સીટી પાસે, રાજકોટ મુકામે આવેલ ૅજુલેલાલ પાન કોલ્ડ્રિંકસ & જ્યુસ પેઢીની તપાસ કરતા સ્થળ પર પેઢીમાં સંગ્રહ કરેલ ૧૧ લિટર સરબત બોટલ તથા ઠંડાપીણાં એકસપાયરી ડેટ વીતેલ માલૂમ પડતાં જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્થળ પર હાઈજેનિક કન્ડિશન, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવેલ.
ફૂડ વિભાગની ટીમ દ્વારા FSW વાન સાથે શહેરના એ.જી. ચોક-પ્રેમ મંદિર સામે હોકર્સ ઝોન તથા ભગતસિંહ ગાર્ડન સામે આવેલ વિસ્તારમાં ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૨૦ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૪ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૨૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
જેમાં સ્વાતિ મદ્રાસ કાફે, બાલાજી નાસ્તા ગૃહ, નકળંગ હોટલ તથા કવીક બાઇટને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.
(4:04 PM IST)










