તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
રાજકોટ જિલ્લા પંચાયતનું રાજકીય ચિત્ર બદલાયું:
૧૦ બેઠકો બક્ષીપંચ અનામતઃ સામાન્ય વર્ગની ર૧ ર૭ ટકા ઓબીસી અનામતનો અમલઃ કુલ ૩૬ માંથી ૧૮ બેઠકો મહિલા અનામત

રાજકોટ તા. ર૯: રાજય સરકારે આગામી ૬ મહિનામાં આવી રહેલી પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં ર૭ ટકા બક્ષીપંચ અનામતના અમલ માટે તૈયારી કરી છે. રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો પૈકી જ્ઞાતિગત અનામત બેઠકોની સંખ્યા નકકી થઇ ગઇ છે. ૩૬માંથી ૧પ બેઠકો જ્ઞાતિ આધારિત અનામત રહેશે ૩૬ બેઠકોમાંથી ૧૮ બેઠકો મહિલા અનામત રહેશે. ર૧ બેઠકો સામાન્ય પ્રકારની રહેશે, અનામત રહેશે. રાજયના વિકાસ કમિશનરે આ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
હાલ ૩૬માંથી ૪ બેઠકો બક્ષીપંચ અનામત છે. તે નવા માપદંડ મુજબ આવતી ટર્મમાં ૧૦ બેઠકો રહેશે. ઉપરાંત અનુસુચિત જાતિની ૪ બેઠકો અને અનુસુચિત જનજાતિની ૧ બેઠક રહેશે. સામાન્ય વર્ગની બેઠક પર અનામત વર્ગના ઉમેદવાર ચૂંટણી લડી શકે છે. રાજકીય પક્ષો અમૂક સામાન્ય વર્ગની બેઠકમાં વ્યકિતગત ક્ષમતાના આધારે અનામત વર્ગની જ્ઞાતિના ઉમેદવારને ટીકીટ આપે છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં નવા ધારા ધોરણ મુજબ અનામત બેઠકોની સંખ્યા નકકી થઇ ગઇ છે. કઇ બેઠક કયા પ્રકારની અનામત તે હવે પછી જાહેર થશે. અનામત બેઠકોમાં વધારો અને વિસ્તારમાં ફેરફાર થવાની રાજકીય સમીકરણોમાં ધરખમ ફેરફારો થઇ જશે. ચૂંટણી લડવા થનગનતા કાર્યકરોએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે.
(11:32 AM IST)










