તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
તેરા તુજકો અર્પણ: ૧૨ લોકોએ સાયબર ફ્રોડમાં ગુમાવેલા નાણા અને ખોવાયેલા ૨૪ મોબાઈલ માલવીયાનગર પોલીસે પરત અપાવ્યા: ડીસીપી જગદીશ બાંગરવા ઝોન-૨ તથા એસીપી બી.જે.ચૌધરીની સુચનાથી પીઆઇ જે.આર.દેસાઈ, પીએસઆઇ પી.વી. ડોડીયાની ટીમની કામગીરી

રાજકોટઃ સાયબર ફ્રોડમાં ગયેલ કુલ ૧૨ અરજદારોના નાણા પૈકી કુલ રૂ.૩,૩૪,૭૦૯ તેમજ ગુમ થયેલ મોબાઇલ ફોન પૈકી કુલ ૨૪ મોબાઇલ કિંમત રૂ.૪,૮૧.૫૦૦ ગણાય તે અરજદારોને માલવીયાનગર પોલીસે પરત અપાવ્યા છે. સાયબર ક્રાઈમ ફ્રોડ ભોગ બનનાર અરજદારોના નાણા તેઓને પરત મળી જાય તે અંગે તેમજ જાહેર સ્થળો, તેમજ ભીડભાડ વાળી માર્કેટમાંથી ગુમ થયેલ મોબાઇલ ફોન CEIR પોર્ટલ દ્રારા શોધી કાઢવા સુચના હોઈ
પીઆઇ જે.આર.દેસાઈના માર્ગદર્શન હેઠળ સાઈબર ક્રાઈમ સ્કોડના પી.એસ.આઈ. પી.વી. ડોડીયા તથા લોક રક્ષક જયભાઇ રસિકભાઈ તથા લોકરક્ષક રણજીતસિંહ રમેશભાઈ નાઓએ માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે તપાસ અર્થે આવેલ સાઈબર ક્રાઈમને લગત ઓનલાઈન અરજીઓની તપાસ દરમ્યાન અરજદરોના અલગ-અલગ રીતે ઓનલાઈન ફ્રોડમાં ગયેલ રૂપીયા અરજદારોને પરત અપાવવા અરજદારોના રૂપીયા જે એકાઉન્ટમાં ગયેલ હોય તે એકાઉન્ટને તાત્કાલીક સીઝ કરી અરજદારના ઓનલાઈન ફ્રોડમાં ગયેલ રૂપીયા અરજદારોને પરત અપાવેલ હોય તેમજ CEIR પોર્ટલની કામગીરી કરતા પોલીસ હેડ કોન્સ. કિશોરસિંહ પ્રવીણસિંહ ઝાલા નાઓએ માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અરજદારોના ગુમ થયેલ મોબાઇલ ફોનની અરજી આધારે CEIR પોર્ટલની મદદથી તેમજ ટેકનીકલ રીતે મહેનત કરીને કુલ ૨૪ અરજદારશ્રીઓના મોબાઇલ ફોન પરત અપાવેલ છે. પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધીક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર જગદીશ બાંગરવા ઝોન-૨ તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.જે.ચૌધરીની સુચના મુજબ
આ કામગીરી પો.ઈન્સ જે.આર.દેસાઇ તથા પી.એસ.આઈ. પી.વી.ડોડીયા તથા પો. હેડ કોન્સ. કિશોરસિંહ પ્રવીણસિંહ તથા લોકરક્ષક જયભાઇ રસિકભાઇ તથા લોકરક્ષક રણજીતસિંહ રમેશભાઇ તથા લોકરક્ષક દિવ્યાબેન દિનેશભાઇએ કરી છે.
(8:11 PM IST)










