તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
પંચાયતોમાં માળખાગત મૂલ્યાંકનને પ્રોત્સાહનઃ કાલે જિલ્લા પંચાયતના સભ્યો માટે વર્કશોપ

રાજકોટ, તા. ર૮: જિલ્લા પંચાયતના તમામ સભ્યો માટે આવતી કાલે માળખાગત મુલ્યાંકનને પ્રોત્સાહન આપવા માટે વર્કશોપ યોજાનાર છે.
વિકાસ કમીશનરે પંચાયતને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે કે ભારત સરકાર દ્વારા પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ (PAI)નો જાહેર થયેલ ગ્રામ પંચાયતનો થીમેટીક સ્કોર PAI પોર્ટલ (www. pai. gov.in) પર તમામ નાગરિકો દ્વારા પણ જોઈ શકે તે રીતે ઉપલબ્ધ કરેલ છે. ગ્રામ પંચાયતના સૂચક મૂલ્યો સાથેનું રિપોર્ટ કાર્ડ સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકામાં પણ ઍક્સેસ કરી શકે છે. રાજ્ય/જિલ્લા/તાલુકા/ ગ્રામ પંચાયત PAI પોર્ટલના તેમના સંબંધિત યુરાર આઈ ડી દ્વારા થીમેટિક અને કમ્પોઝિટ PAL રકોર્સ ઍડોરા કરી શકે છે. આ પોર્ટલ ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા અને રાજ્યની અંદર વિવિધ થીમ્સ પર તેમના અન્ય ગ્રામ્ય પંચાયતની તુલનામાં પોતાની સ્થિતિ જોઈ શકશે. પંચાયતી રાજ મંત્રાલય ટૂંક સમયમાં રાષ્ટ્રીય સ્તરે એક પ્રેસ રિલીઝ દ્વારા પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ FY ૨૦૨૨-૨૩ અલગથી બહાર પાડશે જેથી આ પહેલની સફળતા સુનિヘતિ થાય અને પંચાયતોના માળખાગત મૂલ્યાંકન પદ્ધતિને પ્રોત્સાહન મળશે. થીમેટિક PAI સ્કોર્સ વિવિધ ક્ષેત્રોમાં પંચાયતોની સ્થિતિ અને પ્રગતિને ટ્રેક કરવા માટે ઉપયોગી સૂચકાંક હોવાથી, તેનો ઉદ્દેશ ત્યારે જ સાકાર થઈ શકે છે જ્યારે આ વ્યાપક કવાયતના પરિણામને તમામ હિ૨ રોદારો, ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમામ સ્તરે લાઈન ડિપાર્ટમેન્ટ સાથે શેર કરવામાં આવે અને સઘન રીતે વિચાર-વિમર્શ કરવામાં આવે તે જરૂરી છે.
(4:50 PM IST)










