<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

સીઝનલ રોગચાળાએ માઝા મુકીઃ તાવ-શરદી- ઉધરસ- ઝાડા-ઉલ્‍ટીના ૨૦૧૯ કેસ

મનપા દ્વારા ૪૫૦૯૨ ઘરોમાં પોરાનાશક કામગીરીનો દાવો ડેન્‍ગ્‍યુનો ૧ કેસઃ મચ્‍છર ઉત્‍પતી સબબ ૩૯૫ લોકોને નોટીસ, ૬૩ પાસેથી ૩૮ હજારનો દંડ વસુલાયો

રાજકોટ, તા.,૨૮: શહેરમાં ચોમાસા ઋતુમાં રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં ગત સપ્તાહ કરતા  આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના કેસમાં વધારો જોવા મળ્‍યા છે.

આ સપ્તાહે ૨૦૧૯ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છરજન્‍ય રોગના ૧ કેસ નોંધાયો છે.

 આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી  મુજબ તા. ૨૧ થી ૨૭ જુલાઇ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય

રોગચાળાના ૧ કેસ

છેલ્લા  સપ્તાહમાં  ડેન્‍ગ્‍યુના ૧ કેસ નોંધાયા છે.

શરદી-તાવના

૨૦૧૯ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૭૮૦ તેમજ સામાન્‍ય તાવના ૯૫૭ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૨૭૯, ટાઇફોડના ૨ તથા કમળાના ૩  સહિત કુલ ૨૦૧૯ થી વધુ  દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૨૧૬૮૨ તેમજ સામાન્‍ય તાવના ૨૨૬૭૫ અને ઝાડા-ઉલ્‍ટીના કેસ ૬૦૫૯  તથા ટાઇફોડનો ૬૨ તેમજ કમળાના ૮૬  કેસ નોંધાયા છે. 

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૨૮૪ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ધનીષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે.

પોરાનાશક કામગીરી હેઠળ ૪૫૦૯૨ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૭૯૮ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્‍ય ૬૭૨ થી વધુ સ્‍થળોએ  મચ્‍છર ઉત્‍પતિ  સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૩૯૫ લોકોને નોટીસ પાઠવી હતી. જયારે ૬૩ લોકો પાસેથી ૩૮,૬૫૦નો ચાર્જ વસુલાયો હતો.

(5:21 PM IST)