News of Monday, 28th July 2025
સદા મંગલકારી પંચાક્ષર મંત્ર ‘ૐ નમઃ શિવાય'નું મહાત્મય...

છે મંત્ર મહા મંગલકારી ૐ નમઃશિવાય..
એ મંત્રથી સિધ્ધી સર્વ મળે, તન મનના સોૈ તાય ટળે,
છેવટ મુકિતનું ધામ મળે.. ૐ નમઃશિવાય ૐ નમઃશિવાય
માનવીના સમગ્ર પુરૂષાર્થને સિધ્ધ કરનાર ૐ નમઃશિવાય પંચાક્ષર મંત્ર છે. શિવપુરાણની વાયવીય સંહિતામ્યં ૐ નમઃશિવાય મંત્રનું મહાત્મ્ય બતાવવામાં આવ્યું છે. ૐ નમઃશિવાય નો અર્થ શિવજીને નમસ્કાર. આ મંત્રમાં ૐ પ્રણવ શિવજીનું マદય છે ‘ન' શિવનું મસ્તક છે. ‘મ' કાર શિખા છે. ‘શિ' કવચ છે. ‘વા' નેત્ર છે. અને ‘ય' કાર શિવજીનું અસ્ત્ર છે. આ પંચાક્ષરી મંત્રમાં પાંચ અંગોનું સ્મરણ છે.
સર્વવેદો અને મંત્રો ૐ નમઃશિવાય મંત્રમાંથી ઉત્પન્ન થયા છે. આમાં સર્વ વેદોનું સારતત્વ છે. તે ભગવાન શિવની આજ્ઞાથી સિધ્ધ- શિવસ્વરૂપ મોક્ષ પ્રદાન કરનાર છે. અન્ય મંત્રો માત્ર ભોગરૂપી ફળ આપનાર છે, આ મંત્ર ભોગ અને મોક્ષનો સમન્વય છે. દેહુધારીઓના બધાજ મનોરથની સિધ્ધી માટે ૐ નમઃશિવાય મંત્રનું પ્રતિપાદન કર્યુ છે.
શ્રીમદ ભગવતગીતાના અધ્યાય-૧૦/૨૫ માં ભગવાન કૃષ્ણ કહે છે ‘‘સર્વ પ્રકારના યજ્ઞમાં ‘‘જય યજ્ઞ'' હું છું'' આ કળિયુગમાં યોગ, યજ્ઞ, તપ, વ્રત અને પુજા ન થઇ શકે. તેવા સંજોગોમાં ‘‘ૐ નમઃશિવાય'' જપ માટે સરલ મંત્ર છે. આ મંત્રનો જાપ-યાત, સાંજે, સુતા, બેસતા, ચાલતા, ફરતા, કામ કરતા, વ્યકિતની સ્વેચ્છાનુસાર આ મંત્રનો જાપ કરી શકે છે. ઉપરાંત ૐ નમઃશિવાય મંત્રને સમય, તિથિ, વાર, માસ, નક્ષત્ર, ચોઘડીયા વિગેરે અપેક્ષીત નથી. કારણ આ મંત્ર કયારેક સુષુપ્ત થતો નથી. કાયમ જાગૃત રહે છે. સદા સુસિધ્ધ, સિધ્ધ અથવા સાધ્ય જ રહે છે. આથી ભજનીકો ભજનમાં ગાય છે..નામ અમૂલું જાણો શિવનું
દેતા નહિ મળે દામ
હરતા ફરતા નામ ભોળાનું લેજે
અખંડ આડો જામ..ૐ નમઃશિવાય...
રામ ચરિત માનસ લંકાકાંડ - ચોપાઇ -૦૧ ની કથા મુજબ રામસેના સમુદ્રને પાર કરી. લંકાની ભૂમિમાં પ્રવેશ કરે છે. આ રમણીય સ્થળે, જન્મ-મરણના ભયને હરનારા, કાળરૂપી મહોન્મત હાથીને મારવામાં સિંદુ રૂપ, કળિયુગના યુગ સબંધી પાયોના સમુહને નાશ કરનાર શ્રી સદાશિવની સ્થાપના કરવા, મુનીઓને બોલાવી, ઓમ નમઃ શિવાયના જાપ સાથે શિવલીંગની સ્થાપના કરી... પૂજા કરી. કાર્ય સિધ્ધી માટે પ્રાર્થના કરી.
ભગવાન શ્રીરામે કહ્યું, ‘મને શિવ સમાન બીજો કોઇ પ્રિય નથી. જે આ રામેશ્વરના દર્શન કરશે, તેઓ મરણ પછી મારાધામને પ્રાપ્ત થશે.' આમ આ મંત્રની રામ વિજયને વર્યા.
ૐ નમઃ શિવાય...મંત્રની વિશિષ્ટતા એ છે કે, અન્ય મંત્રો સિધ્ધ થઇ જવાથી... આ મંત્ર સિધ્ધ થતો નથી. પરંતુ ઓમ નમઃ શિવાય મંત્ર સિધ્ધ થઇ જવાથી, અન્ય મંત્રો અવશ્ય સિધ્ધ થઇ જાય છે. તો ચાલો પ્રેમથી બોલો સહ સંસારી ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય... ઓમ નમઃ શિવાય.
(4:20 PM IST)










