<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

લોધીકા અને કોટડાસાંગાણીના ગામોને જોડતા જુદા જુદા પુલોના કામ માટે રૂ.૧૪૪૦ લાખ મંજુર

લોક પ્રશ્‍નને વાચા બદલ મુખ્‍યમંત્રીનો આભાર વ્‍યકત કરતા ભાનુબેન બાબરીયા

રાજકોટ તા. ૨૮ : રાજકોટ જિલ્લાના લોધિકા તેમજ કોટડાસાંગાણી તાલુકાઓના નોંધુ પીપળીયા, મોટા માંડવા, નાના માંડવા, હડમતાળા રોડ પર આવતા બ્રીજોની સ્‍થિતિ સુધારવાની તાતી જરૂરીયાત હોવા અંગે સ્‍થાનિક લોકોએ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાને રજુઆત કરી હતી.

લોકોની આ રજુઆતને મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ મુખ્‍યમંત્રી સુધી પહોંચાડતા સર્વગ્રાહી વિકાસની નેમ ધરાવતા મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે સર્વે કરાવી (૧) લોધીકા તાલુકાના નોંધુ પીપળીયા એપ્રોચ રોડ પર મેજર બ્રીજના બાંધકામ માટે રૂ.૭૦૦ લાખ (ર) કોટડાસાંગાણી તાલુકાના રાજગઢ માણેકવાડા મોટામાંડવા-નાનામાંડવા પર આવતા માઇનોર બ્રીજના બાંધકામ માટે રૂ.૬૦૦ લાખના મળી કુલ રૂ.૧૪૪૦ લાખના ખર્ચે મેજર-માઇનર બ્રીજ તૈયાર કરવાના કામોને સૈધ્‍ધાંતિક મંજુરી આપી હતી.

આ રસ્‍તાના કામોથી રાજકોટ જિલ્લાના લોધિકા તેમજ કોટડા સાંગાણીના માર્ગોને જોડતા માર્ગો પર અવર જવર કરતા લોકોને નવી સુવિધા મળશે. જે બદલ પ્રજાજનો વતી ભાનુબેન બાબરીયાએ  મુખ્‍યમંત્રીનો આભાર વ્‍યકત કર્યો હતો.

(3:49 PM IST)