તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
સાયલા મહાજન પાંજરાપોળની બે એકર જગ્યામાં સાડા સાત કરોડના ખર્ચે ‘એનીમલ હોસ્ટેલ'નું નિર્માણ થશે
ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઓગસ્ટમાં ખાતમુર્હુતઃ અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે

રાજકોટઃ સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ ૧૦૦ કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ નથી અને જેના લીધે લાખો જીવો સારવારનાં અભાવે મૃત્યુ પામે છે. આથી સાયલા મહાજન પાંજરાપોળ દ્વારા ઘાયલમાંદા પશુઓને સમયસર અદ્યતન સારવાર આપવાના હેતુથી અંદાજિત ૭.૫૦ કરોડ રૂ.ના ખર્ચે (ઓપરશેન થીએટર, આઈસીયુ, એક્સ-રે, યુએસજી, ફીઝીયોથેરાપી)ની સુવિધા સહિતનું આશરે-બે એકર જગ્યામાં એનીમલ હોસ્પિટલનું નવનિર્માણ કરવાનું આયોજન કરેલ છે. ‘એનીમલ હોસ્પિટલ' બનવાથી હજારો અબોલ જીવોના અબાળે મૃત્યુ થતાં અટકશે. વિડ સંકુલ, સુદામડા રોડ, ખાતે આવેલ સાયલા મહાજન પાંજરાપોળમાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદહસ્તે ઓગસ્ટ મહિનામાં સાયલા ‘એનિમલ હોસ્પિટલ'નું ખાતમુહર્ત કરવામાં આવશે.
મુખ્ય દાતા હરીનભાઈ જયંતભાઈ ઠાકર તથા શ્રીમતી જશવંતીબેન ઠાકર (યુકે) ખાસ ઉપસ્થિત રહેશે.
‘એનિમલ હોસ્પિટલ'નું નવનિર્માણનાં ખાતમુહૂર્ત પ્રસંગે અતિથિ વિશેષ મહંત શ્રી પૂજ્ય ૧૦૦૮ દુર્ગાદાસજી મહારાજ યાત્રાધામ સાયલાના લાલજી મહારાજની જગ્યા) નલીનભાઈ કોઠારી (રાજ સભોગ સત્સંગ મંડળ સાયલા), નામદાર ઠાકોર સાહેબ સોમરાજસિંહજી મહારાજા (સાયલા સ્ટેટ), કિરીટસિંહજી રાણા (ધારાસભ્ય લીંબડી-સાયલા), વર્ષાબેન દોશી (પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપા), હરીનભાઈ જયંતભાઈ ઠાકર તથા શ્રીમતી જશવંતીબેન ઠાકર (યુકે) (નવનિર્માણ હોસ્પિટલના નામકરણનાં મુખ્ય દાતા) જીજ્ઞાબેન સુધાબેન કનૈયાલાલ શાહ (મુંબઈ) (હાઈડ્રોલિક બોલેરો એમ્બ્યુલન્સના દાતા), અજયરાજસિંહજી ઝાલા (સાયલા ગ્રામ પંચાયત સરપંચ), ડો.ગીરીશભાઈ શાહ (સમસ્ત મહાજન-મુંબઈ), મિતલ ખેતાણી (એનીમલ વેલફેર બોર્ડ), જયેશભાઈ જરીવાલા (શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ-મુંબઈ), વિજયભાઈ ડોબરીયા (પ્રમુખ-સદ્ભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ), ડો.પી.વી.પારીખ, પ્રતિકભાઈ ડઢાણીયા (આર્કિટેક સહાલકાર), નરેન્દ્રભાઈ દુબલ (મુંબઈ) પ્રમુખ નાગરિક મંડળ સાયલા-મુંબઈ), રૈયાભાઈ રાઠોડ (પ્રમુખ સૌરાષ્ટ્ર ઝોન બ્લેક ટ્રેપ કવોરી એશોશિયન), ગોવિંદભાઈ જોગરાણા (પ્રમુખ સુરેન્દ્રગર જીલ્લા બ્લેક ટ્રેપ ક્વોરી એશોશિયન), વિગેરે ઉપસ્થિત રહેશે.
‘એનીમલ હોસ્પિટલ'ની સહભાગી સસ્યા શ્રી કરુણા કાઉડેશન ટ્રસ્ટ,રાજકોટના પ્રતીક સંઘાણી, ધીરૂભાઈ કાનાબાર, , રમેશભાઈ ઠકકર, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, હેમલભાઈ કપાસી સહિતનાઓની ટીમ સેવા આપી રહી છે.
સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાના સાયલા કવોરી એશોશિયન (સાયલા), જામાભાઈ ગરિયા (સુરેન્દ્રનગર સાડી એશોશિયન - પ્રમુખ), અલ્પેશભાઈ વસાણી, અભીભાઈ સંઘવી, મનુભાઈ સિંધવ (વેપારી મહામંડળ સાયલા -પ્રમુખ), રજનીભાઈ ડગલી, મંગળુભાઈ ખવડ, સુનીલભાઈ પંજાબી, શાંતિલાલ મિષાી,શ્વેતામ્બર મૂર્તિ પૂજક, અજરામર સ્થાનકવાસી, દરીયાપુરી સ્થાનકવાસી, સાયલા જૈન સંઘ, સુરત સંસ્થાના પ્રતિનિધી પ્રકાશભાઈ જે, શાહ, હરૌભાઈ પટેલ (સુરત જીવદયા ટીમ), હસુભાઈ એચ. શાહ, મહેશભાઈ જે. પટવા, વૌરચંદભાઈ એન. શાહ (મુંબઇ સંસ્થાના પ્રતિનિધીઓ), સાયલા ગ્રામ પંચાયત સભ્યો(સાયલા), મોરનીંગ ક્રિકેટ ક્લબનો સભ્યો (સાયલા), મામલતદાર સાહે (સાયલા), તાલુકા વિકાસ અધિકારી (સાયલા), પશુ ચિકત્સા અધિકારી (સાયલા) પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ (સાયલા), નાથબ ઈજનેર સાહેબ પી.જી. વી. સી. એલ.(સાયલા)એ શુભેચ્છા પાઠવી હતી.
સાયલા મહાજન પાંજરાપોળ, વિડ સંકુલ, સાયલા ખાતે થોડા સમય પહેલા યોજાયેલા પશુ આશ્રય શેડના લોકાપર્ણ પ્રસંગે સાયલા મહાજન પાંજરાપોળના ટ્રસ્ટી જીતુભાઈ શાહે સાયલાની આસપાસના ૧૦૦ કિલોમીટર અંતરમાં કોઈપણ એનિમલ હોસ્પિટલ નથી. સાયલાની આસપાસ રોડ ઉપર રોજનાં ચાર- પાંચ જીવોનાં અકસ્માત થાય છે. પરંતુ નજીકમાં કોઈ પશુ દવાખાનું કે સારવાર માટે વ્યવસ્થા ન હોવાને કારણે નિર્દોષ અબોલ જીવો અકાળે મળત્યુ પામે છે. જીતુભાઈએ વધુમાં જણાવ્યું હતુ કે, સાયલા વિસ્તારમાં અબોલ જીવો માટે એનીમલ હોસ્પિટલ બનાવવામાં આવે તો હાઈવે પર અકાળે મળત્યુ પામતા નિર્દોષ અબોલ જીવોને તાત્કાલીક સારવાર મળી રહે અને અકાળે મળત્યુ પામતા બચી શકે. જીતુભાઈ શાહની આ વાત સાંભળીને ઉપસ્થિત સૌએ તરત જ પોતાના વિચારો રજૂ કરી એનિમલ હોસ્પિટલ બનાવવામાં મદદરૂપ થવા અને પ્રેમીઓને આપવા જીવદયાના કાર્યમાં સૌને જોડાવવા તત્પરતા દાખવી હતી.
સાયલા મહાજન પાંજરાપોળ પ્રાણી સેવા કેન્દ્ર (વેટરનરી હોસ્પિટલ) ના નવનિર્માણ કાર્યમાં સૌ જીવદયા પ્રેમીઓને અનુદાન આપવા સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાના વિરેન્દ્રભાઈ મણીલાલ શાહ (પ્રમુખ - મુંબઇ). જીતેન્દ્રભાઇ રતિલાલ શાહ (ઉપપ્રમુખ - અમદાવાદ), જયંતિલાલ અમળતલાલ સોલંકી (ટ્રસ્ટીની - સાયલા), ધીરજલાલ જગજીવન શાહ (ટ્રસ્ટી-સાયલા), દિલીપભાઈ શાંતિલાલ શાહ (ટ્રસ્ટી - સાયલા), પ્રકાશભાઇ કિર્તીભાઈ શેઠ (ટ્રસ્ટી સાયલા) દ્વારા અપીલ કરાઈ છે.
સાયલા મહાજન પાંજરાપોળ પ્રાણી સેવા કેન્દ્ર (વેટરનરી હોસ્પિટલ)ના નવનિર્માણના કાર્ય સફળ બનાવવા માટે સાયલા મહાજન પાંજરાપોળ સંસ્થાનાં વિરેન્દ્રભાઈ મણીલાલ શાહ (પ્રમુખ - મુંબઈ) જીતેન્દ્રભાઈ રતિલાલ શાહ (ઉપ-પ્રમુખ - અમદાવાદ), મિતલ ખેતાણી (એનીમલ વેલફેર બોડ), જયતિલાલ અમળતલાલ સોલકી (ટ્રસ્ટોન - સાયલા), ધીરજલાલ જગજીવન શાહ (ટ્રસ્ટી - સાયલા), દિલીપભાઈ શાંતિલાલ શાહ (ટ્રસ્ટી - સાયલા), પ્રકાશભાઈ કિર્તીભાઇ શેઠ (ટ્રસ્ટી - સાયલા), ડો. ગીરીશભાઈ શાહ (સમસ્ત મહાજન-મુંબઈ) ને કરુણા કાઉડેશન ટ્રસ્ટ, રાજકોટના પ્રતીક સંઘાણી, ધીરભાઈ કાનાબાર, રમેશભાઈ ઠકકર, ગૌરાંગ રમેશભાઈ ઠકકર, પારસભાઈ ભરતભાઈ મહેતા, હેમલભાઈ કપાસી સહિતનો ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે જીતુબાઇ શાહ (મો. ૯૮૨૫૦ ૦૫૦૭૧)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(5:17 PM IST)










