તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
ભારે વિરોધ બાદ નિવૃત શિક્ષકોની ભરતીનો વિવાદી પરીપત્ર આખરે રદ
ગુજરાત સરકારે કરેલા આશ્ચર્યજનક પરીપત્ર ટેટ-ટાટના ઉમેદવારોના રોષ બાદ બદલવો પડયો

રાજકોટ, તા.૨૮: ગુજરાત સરકારે નિવૃત શિક્ષકોની ભરતી માટે કરેલો વિવાદબાદ નિર્ણય ટેટ-ટાટ ઉમેદવારોના ઉગ્ર રોષ બાદ રદ કરવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે પોતાના મનસ્વી નિર્ણયને બદલવાની જરૂરી પડી છે. સરકારે નિવળત્ત શિક્ષકોની ભરતીનો નિર્ણય હવે રદ કર્યો છે. આ અંગે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને માહિતી આપી છે.
શિક્ષણ વિભાગ દ્વારા-વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર નિવળત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાસહાયકોની ખાલી જગ્યા પર નવા શિક્ષકોની બદલે નિવળત્ત શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં, ધોરણ ૧થી ૧૨માં ખાલી જગ્યાઓમાં નિવળત્ત શિક્ષકોની ૧૧ માસના કરાર હેઠળ ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ટેટ-ટાટ ઉમેદવારોના રોષ બાદ ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે.
(2:58 PM IST)










