<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

જામનગર રોડ મનહરપુરના રમકડાના વેપારી નિખીલ કોટેચાએ ૫ લાખ સામે ૪ લાખ ચુકવ્‍યા છતાં ઓફિસે બોલાવી વધુ માર મારી વધુ ૫ લાખ માંગ્‍યાઃ યુનિવર્સિટી પોલીસે માધવ અને ભાણા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો

 

રાજકોટઃ વ્‍યાજખોરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડયો છે. જામનગર રોડ પર મનહરપુર-૫માં રહેતાં વેપારી નિખીલભાઇ મહેશભાઇ કોટેચા (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી માધવ આહિર તથા ભાણા નામના શખ્‍સ વિરૂધ્‍ધ મનીલેન્‍ડ એક્‍ટ હેઠળ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

જાણવા મળ્‍યા મુજબ મનહરપુર-પમાં રહેતા અને ઘરેથી જ ઓનલાઈન રમકડા વેચવાનું કામ કરતાં નિખીલભાઈ મહેશભાઈ કોટેચાએ ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો છે. નિખીલભાઇએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે તેણે દરરોજના પ ટકા લેખે વ્‍યાજે લીધેલા રૂા. ૫ લાખના બદલે રૂા. ૪ લાખ વ્‍યાજ પેટે ચૂકવી દીધા હોવા છતાં વ્‍યાજખોર માધવ આહીર નામના સ સે જામનગર રોડ નજીક ઘંટેશ્વર ચોકડી નજીક તેની ઓફિસે બોલાવી ‘તારે મને પાંચ લાખ આપવા પડશે, તે તો ફક્‍ત વ્‍યાજ આપેલ છેઁ કહી ઉઘરાણી કરી માધવ અને ભાણા નામના શખ્‍સે ધોકા વડે હુમલો કરી, ઈજા કરી હતી.

નિખીલભાઈએ પોલીસને વધુમાં જણાવ્‍યું કે તેણે છએક માસ પહેલા પૈસાની જરૂરિયાત ઉભી થતાં માધવ આહીર પાસેથી રોજના ૫ ટકા વ્‍યાજ લેખે રૂા. પાંચ લાખ લીધા હતાં. તે ગઈ તા. ૨૪ના સાંજે પત્‍ની સાથે કાલાવડ રોડ પર આવેલા થિયેટરમાં પિકચર જોવા ગયા હતા. પિકચર પુરુ કરી તે પત્‍નિ સાથે બાઈક લઈ બહાર નીકળતા હતા ત્‍યારે ત્‍યાં ઉભેલા માધવે તેની ગાડીની ચાવી કાઢી લઈ તું સાઇડમાં આવ કહેતા તે તેની સાથે ગયો હતો. આ સમયે માધવે તેની પાસેથી ૧૫ દિવસના વ્‍યાજની ઉઘરાણી કરી હતી. તેણે આરોપીને મારા પત્‍નિ સાથે છે, હું તને કાલે મળી જઈશ તેમ કહી ત્‍યાંથી પત્‍ની સાથે ઘરે જતા રહ્યા હતાં. તેણે આરોપીને વ્‍યાજે લીધેલા રૂા. પાંચના બદલે વ્‍યાજના રૂા. ચાર લાખ ચૂકવી દીધા હતાં. તેને રૂા. એક લાખ આપવાના બાકી હતાં.

દરમિયાન પરમ દિવસે રાત્રે આરોપીને ફોન કરી મારે પૈસા આપવા બાબતે તને મળવું છે તેમ કહેતા આરોપીએ તેને નાગેશ્વર મંદિર પાસે પાનની દુકાને આવ કહેતા તે ત્‍યાં ગયા હતાં. ત્‍યાં તેણે આરોપીને હાલ મારી પાસે પૈસા નથી, મને થોડો ટાઈમ આપો કહ્યા બાદ વાતચીત કરવા તે કારમાં આરોપીની ઓફિસે ગયા હતા. જ્‍યાં આરોપીએ તેને તારે મને રૂા. પાંચ લાખ આપવા જ પડશે કહી ઉશ્‍કેરાઈ જઈ ગાળો દઈ, પાઈપ વડે હુમલો કર્યો હતો. આ સમયે ત્‍યાં હાજર ભાણા નામના શખ્‍સે પણ ધોકા વડે હુમલો કરતાં ઈજા થઈ હતી. ત્‍યારબાદ બંને તેને ઓફિસે મૂકીને જતા રહ્યા હતાં. થોડીવાર બાદ આરોપી પરત આવ્‍યા બાદ બંને આરોપી તેને કારમાં નાગેશ્વર વિસ્‍તારમાં ઉતારીને જતા રહ્યા હતાં. તેમ વધુમાં નિખીલભાઇએ જણાવતાં યુનિવર્સિટી પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ. નિલેષભાઇ વાવેચાએ ગુનો નોંધ્‍યો હતો.

(11:45 AM IST)