તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 27th July 2025
રાજકોટમાં ખળભળાટ મચાવતી ઘટનાઃ ૧૨ વર્ષની દિકરી સાથે પિતાનું દૂષ્કર્મઃ માતાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટઃ દૂષ્કર્મનો વધુ એક બનાવ રાજકોટમાં નોંધાયો છે. અહિ ગોંડલ રોડ વિસ્તારમાં રહેતાં એક હવસખોરે પોતાની જ ૧૨ વર્ષની દિકરી સાથે બળજબરીથી દૂષ્કર્ર્મ આચરી લીધાનો ગુનો દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે.
આ બનાવમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં બાળાની માતાની ફરિયાદ પરથી હવસખોર પિતા વિરૂધ્ધ પોક્સો, દૂષ્કર્મનો ગુનો દાખલ થયો છે. ફરિયાદી મહિલાએ જણાવ્યું છે કે છ મહિનાના સમયગાળામાં અવાર-નવાર તેણીની બાર વર્ષની દિકરી સાથે તેના જ પતિએ અડપલા કરી બળજબરીથી દૂષ્કર્મ આચરી લીધું છે. બાર વર્ષની બાળાને તેણીના પિતાએ જ હવસખોરીનો શિકાર બનાવી લેતાં ચકચાર મચી ગઇ છે. તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. એમ. હરિપરા અને સ્ટાફે આરોપી પિતાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
(11:42 AM IST)










