<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th July 2025

ભોજલરામ સોસાયટીમાં અજય ડાભીને તું કેમ પાછળ આવે છે? કહી પાઇપના ઘાઃ રાજે પકડી રાખ્‍યો, અજાણ્‍યાએ પેટમાં છરી ભોંકીઃ ભક્‍તિનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટઃ શહેરના કોઠારીયા રોડ ભોજલરામ સોસાયટી-૪ ગોવિંદનગર મેઇન રોડ પર રહેતાં રિક્ષાચાલક અજય રામજીભાઇ ડાભી (ઉ.વ.૨૯) નામના યુવાનને તે ભોજલરામ સોસાયટી-૪ના ખુણે હતો ત્‍યારે કારમાં આવેલા બે શખ્‍સે ઝઘડો કરી તું શું કામ અમારી પાછળ આવે છે? કહી પાઇપથી માર મારતાં અને છરીથી હુમલો કરી પેટમાં ઘા મારી દેતાં લોહીલુહાણ થઇ ગયો હતો.

આ બનાવ અંગે ભક્‍તિનગર પોલીસે ભોજલરામ-૪માં રહેતાં અજય ડાભીની ફરિયાદ પરથી રાજ ઉર્ફ રાજેશ નાથાભાઇ ડાંગર અને અજાણયા સામે ગુનો નોંધ્‍યો છે. અજય ડાભી પોતાની કાર જીજે૦૩સીએફ-૬૨૩૮માં ભોજલરામ-૪૪ના ખુણે બો હતાં ત્‍યારે આરોપી રાજ ઉર્ફ રાજેશ અને અજાણ્‍યો શખ્‍સ તેની પાસે હાથમાં પાઇપ લઇને આવ્‍યા હતાં અને રાજે કહ્યું હતું કે-તું કેમ મારી પાછળ પાછળ આવે છે? તેમ કહી ગાળો દેવા માંડતાં અજયએ હું પાછળ નથી આવતો, હું તો અહિ જ ક્‍યારનો બેઠો છું તેમ કહેતાં અને તે નીચે ઉતરતાં રાજ તથા અજાણ્‍યાએ તેના પર પાઇપથી હુમલો કર્યો હતો.

આ વખતે દેકારો થતાં અજયના માતા ઇલાબેન આવી ગયા હતાં. તેણે અજયને બચાવવા પ્રયાસ કર્યો હતો. પણ રાજ અને અજાણ્‍યાએ મારકુટ ચાલુ રાખી હતી. ઇલાબેને રાજ પાસેથી પાઇપ ઝૂંટવી લીધો હતો. પણ રાજે બાદમાં અજયને પાછળથી પકડી લીધો હતો અને અજાણ્‍યા શખ્‍સે છરી કાઢી પેટમાં ડુટીના ભાગે અજયને ઘા મારી દીધો હતો અને બંને ભાગી ગયા હતાં. અજયને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાતાં ભક્‍તિનગરના એએઅસાઇ કલ્‍પેશસિંહ નારૂભાએ ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી.

(11:41 AM IST)