તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
રાજકોટમાં આધારકાર્ડ બનાવવા માટેના નકલી ડોક્યુમેન્ટ બનાવવાનું કારસ્તાન: રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક, નિર્મલા રોડ પર ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી: ૬ ઝડપાયા: એક નકલી ડોક્યુમેન્ટ બનાવવા ૪૦૦થી ૫૦૦ રૂપિયાની વસુલાત: ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસિયાની રાહબરીમાં પીઆઇ ગોંડલિયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવની ટીમની કાર્યવાહી: પીઆઇ એમ.એલ. ડામોર અને પીએસઆઇ એસ.વી. ચુડાસમાની સફળ બાતમી

રાજકોટ: આધાર કાર્ડ બનાવવા માટે જરૂરી એવા ડોક્યુમેન્ટ કોઈ પાસે ન હોય તો તેને નકલી ડોક્યુમેન્ટ બનાવી આપવાનું કારસ્તાન ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધું છે. નિર્મળા રોડ તથા રૈયા રોડ બ્રહ્મસમાજ ચોકના કેન્દ્ર પર દરોડા પાડી છ શખ્સોને પકડી નકલી પાનકાર્ડ, નકલી મેરેજ સર્ટિફિકેટ, નકલી જન્મના પ્રમાણપત્ર તથા નકલી સરકારી ગેજેટ સહિતના કાગળો જપ્ત કરી છએયની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં બનાવટી ડોક્યુમેન્ટ ઉભા કરી તેનો ખરા તરીકે અધારકાર્ડ બનાવવામાં ઉપયોગ કરતા શખ્સોને પકડી લેવા માટે જરૂરી સુચના મળી હોઇ જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ ટીમ પ્રયત્નશીલ હતી ત્યારે ખાનગી હકીકત આધારે રાજકોટ નિર્મલા કોનવેન્ટ રોડ ઉપર આવેલ કર્ણાટક બેન્ક ખાતે આધાર કેન્દ્ર ખાતેથી તથા રાજકોટ રૈયા રોડ બ્રહ્મસમાજ ચોક જન સુવિધા કેન્દ્ર શિવમ ઇન્ફોટેક નામની ઓફીસ ખાતેથી છ શખ્સને પકડી લીધા હતાં. આ શખ્સો જે કોઈને અધારકાર્ડ બનાવવા માટે જરૂરી હોય એવા દસ્તાવેજો જેમની પાસે ન હોય તેમને ૪૦૦થી ૫૦૦ રૂપિયા લઈ ખોટા બનાવટી પાનકાર્ડ તથા મેરેજ સર્ટીફિકેટ તથા જન્મના પ્રમાણપત્ર તથા સરકારી ગેજેટ બનાવી આપતાં હતાં. આવા નકલી ડોક્યુમેન્ટનો ઉપયોગ અસલી આધારકાર્ડ બનાવવામાં થતો હતો.
આ કૈભાંડ આચરતા છ શખ્સો રવિ ખીમજીભાઇ ધંધાણીયા (ધંધો-પ્રા.નોકરી ઓપરેટર રહે.રૈયા રોડ હનુમાન મઢી ચોક પાસે છોટુનગર રાજકોટ), હરેશ પ્રાગજીભાઇ સાકરીયા (ધંધો- કમિશન એજન્ટ ઉ.વ.૪૪ રહે.ભાવનગર રોડ નવા થોરાળા રામ નગર સોસાયટી રાજકોટ), બીપીન ઉર્ફે વિશાલ પ્રવિણભાઇ ચોવટીયા (ધંધો- કમિશન એજન્ટ રહે.કોઠારીયા મે.રોડ વિવેકાનંદ નગર), જુગેશ સાધુરામભાઇ બેશરા (ધંધો-કમિશન એજન્ટ રહે.જામનગર રોડ બજરંગવાડી સોસાયટી), સાર્થક જ્યંતિભાઇ બોરડ (ધંધો-કન્ટલ્સટીંગ કામ રહે.૧૫૦ ફુટ રીંગ રોડ ગોર્વધન ચોક પાસે સ્કાય હાઇટસ) અને ધનપાલ રમેશભાઇ બોરીયા (ધંધો- કન્ટલ્સટીંગ કામ રહે.સાધુવાસવાણી રોડ ગોપાલ ચોક પાસે ભીડભંજન સોસાયટી)ની ધરપકડ કરી છે. આરોપીઓ વિરૂધ્ધ બીએનએસ કલમ ૩૩૬ (૨), ૩૩૭, ૩૩૯, ૩૪૦, ૫૪, ૬૧ (૨) મુજબ ગુનો દાખલ કરાયો છે.
આ બધા એકબીજા સાથે મળી આધાર કાર્ડ કઢાવવા આવતા ગ્રાહકો પાસેથી ઓરીજનલ ડોક્યુમેન્ટ મેળવી સ્કેનર પ્રિન્ટર મારફતે કોમ્પ્યુટરમાં પેન્ટ નામના સોફ્ટવેર તથા આધાર મેજીક નામના સોફ્ટવેર તથા ગુગલ ક્રોમમા જરૂરી બેકગ્રાઉન્ડ રિમુવ કરી બનાવટી ખોટા ડોક્યુમેન્ટ બનાવી કલર પ્રિન્ટ કાઢી બનાવટી ડોક્યુમેન્ટનો ખરા તરીકે ઉપયોગ કરી ઓનલાઇન આધાર કાર્ડની સાઇટમા અપલોડ કરી અસલી આધારકાર્ડ બનાવી આપતા હતા. આ કામ માટે ૪૦૦ થી ૫૦૦ રૂપિયા વસુલતા હતાં.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી.બસીયાની સૂચના અનુસાર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ તથા પોલીસ સબ ઇન્સ. એસ.વી.ચુડાસમા તથા એ.એસ.આઇ. વિજયભાઇ સોઢા, હેડકોન્સ. કિશનભાઇ પાંભર, કોન્સ. સંજયભાઇ અલગોતર, પોપટભાઇ ગમારા, કરણભાઇ કોઠીવાળ, અરવિંદકુમાર ફતેપરા, મહાવીરસિંહ જાડેજા, અનુજભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી છે..
(9:24 PM IST)










