<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

મહિકા-માંડાડુંગરના ર૬ હજાર લોકો રામભરોસેઃ રોડ-રસ્‍તા-વીજળી-પાણી-ગટર-શિક્ષણ કોઇ સૂવિધા નથી

મહીલાઓના ભાવનગર રોડ પર ચક્કાજામઃ બાદમાં કલેકટર કચેરીએ દોડી આવ્‍યાઃ રૂડાને અનેક વખત રજૂઆત પણ બધુ પાણીઢોળ

મહિકા-માંડાડુંગરના રહેવાસીઓ કલેકટર કચેરીએ ઉમટી પડયા હતા અને એક પણ સુવિધા ન હોય કલેકટરને રજૂઆતો કરી હતી

રાજકોટ, તા. ર૪: મહીકામાં ર૦૦ થી ૩૦૦ મકાનો ગેરકાયદેસર ઉભા થઇ ગયા, કલેકટર તપાસ કરાવી રહયા છે ત્‍યાં આવી મહીકાના સરપંચ બાબુભાઇ મોલીયાની આગેવાની હેઠળ આજે ૩૦૦ થી ૪૦૦ ના ટોળાએ ભાવનગર રોડ ઉપર ચક્કાજામ સર્જી દિધા હતા, આ પછી ૧પ૦ થી ર૦૦ મહીલાઓ અને અન્‍ય આગેવાનો કલેકટર કચેરીએ દોડી આવ્‍યા હતા અને ઉગ્ર સૂત્રોચ્‍ચાર સાથે કલેકટરને વિસ્‍તૃત રજૂઆતો કરી હતી. આગેવાનો અને મહિલાઓએ પત્રકારોને જણાવેલ કે, મહિકા અને માંડા ડુંગરની ૧ર સોસાયટીના અમે ર૬ હજાર લોકોની સ્‍થિતિ રામ ભરોસે જેવી થઇ ગઇ છે, અમને કોઇ સૂવિધા નથી, રોડ, રસ્‍તા, વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્‍ય કેન્‍દ્ર જેવી કોઇ સુવિધા નથી, એક પણ સ્‍કુલ નથી, એમ્‍બ્‍યુલન્‍સ અમારી સોસાયટીમાં આવતી નથી.

પાણીનો મોટો પ્રશ્ન છે, રૂડામાં અનેક વખત રજૂઆતો કરાઇ છે, પરંતુ બધુ પાણીઢોળ સમાન છે, પાણી કયારેક જ આવે છે. સ્‍કુલ નથી, આંગણવાડી નથી, સરકારી સ્‍કુલ પણ નથી, અમારી સ્‍થિતિ દયનીય છે. કલેકટર તંત્ર કોઇ નક્કર પગલા હાથ નહિ ધરે તો હવે ઉગ્રઆંદોલન કરાશે.

(4:25 PM IST)