તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
ખાનગી મેળામાં પણ એસઓપી નડીઃ મનપાના પ્લોટ માટે આવેલ ટેન્ડર કોરૂ નિકળ્યુ!
સંચાલકો દ્વારા નિયમોનો અનોખો વિરોધ કે મજાક? મુદત વધારવા તંત્ર દ્વારા વિચારણાઃ આજે મીટીંગમાં નિર્ણય લેવાશે

રાજકોટ તા.૨૪: મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પોતાની માલિકીના ત્રણ ખાલી પ્લોટ મેળો યોજવા માટે ભાડે આપવામાં આવી રહ્યા છે જે અંતર્ગત નાના માવા તથા અમીન માર્ગ કોર્નર અને સાધુવાસવાણી રોડ પરના ત્રણ મેદાનો ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. મુદત પૂર્ણ થતા ટેન્ડર ખોલવામાં આવતા ત્રણેય મેદાનો માટે ફક્ત એક ટેન્ડર આવેલ જે ખોલતા તેમાંથી કોરા પેપરો નીકળતા તંત્ર પણ અવાચક થઈ ગયું હતું અને સરકારની એસઓપીના વિરોધમાં સંચાલકોએ તંત્ર સાથે મજાક કરી હોય તેમ ટેન્ડર કોરું નીકળ્યું હતું. જેથી મુદત વધારવા માટે તંત્ર દ્વારા કવાયત હાથધરી છે.
મહાનગરપાલિકાનું મેળાનું ટેન્ડર ફેલ થવાના કારણો જણાવતા તંત્રએ જણાવેલ કે સરકાર દ્વારા એસઓપીનું કડક પાલન કરવાની સુચના આપી છે ત્યારે સરકારે જ એસોપીમાં મહદ અંશે છૂટછાટ આપી છે જે મૌખિક આપેલ હોય લેખિતમાં એસઓપી અંતર્ગત છૂટછાટ ન આવે ત્યાં સુધી સંચાલકો રિસ્ક લેવા તૈયાર નથી અને સંચાલકો દ્વારા પણ ટેન્ડરની મુદત વધારવા માટે રજૂઆત કરાય છે છતાં જરૂરત પડીએ મનપા ત્રણેય મેદાનો માટે રિટેન્ડર કરશે. આજે આ બાબતે મીટીંગ યોજીયા બાદ કાર્યવાહી હાથ ધરાશે તેમ જાણવા મળેલ છે. મનપા દ્વારા દર વર્ષે ચાર સ્થળે મેળો યોજવા મેદાનો ભાડે આપવામાં આવતા હતા પરંતુ મોટા મોવા રોડ પર આવેલ મેદાનનું ક્ષેત્રફળ ઓછું હોવાથી આ વખતે નાનામોવા સર્કલ તથા અમીન માર્ગ કોર્નર અને સાધુવાસવાણી રોડ સહિતના ત્રણ મેદાનો ભાડે આપવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં ફક્ત એક ટેન્ડર અને એ પણ કારૂ આવતા નવી રીટર્નલ પ્રક્રિયા હાથ ધરાઈ તેવી સંભાવના જોવાઈ જાય છે.
મહાનગરપાલિકા દ્વારા મેળાના આયોજન માટે ત્રણ પ્લોટ ભાડેથી આપશે. જેમાં નાનામૌવા સર્કલ કોર્નર પેટ્રોલપંપની બાજુમાં આવેલ ટીપીનો પ્લોટ જેનું ક્ષેત્રફળ ૯૪૩૮ ચો.મી. છે. જે પ્રતિદિન પ્રતિ ચો.મી. રૂા.૫ લેખે તથા સાધુવાસવાણી રોડ રાજ પેલેસ સામે આવેલ ટીપીનો પ્લોટ ક્ષેત્રફળ ૫૩૮૮ ચો.મી. પ્રતિ ચો.મી. રૂા.૫ પ્રતિ દિન ભાડુ વસુલી અને અમિન માર્ગ કોર્નર ઝેડબ્લુની સામે આવેલ ટીપી પ્લોટ ક્ષેત્રફળ ૪૬૬૯ ચો.મી. પ્રતિદિન પ્રતિ ચો.મી. રૂા.૫ના ભાડા લેખે મેળાના સંચાલકોને આપશે. આ મેદાન માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવાામું આવ્યું છે.
ઉપરાંત ભાડાની સાથો સાથ ડિપોઝીટ પેટે સંચાલકોએ પ્રતિ પ્લોટ દીઠ રૂા.૧ લાખ ઈએમડીની રકમ જમા કરાવવાની રહેશે. મહાનગરપાલિકા દ્વારા નાના મૌવા સર્કલ, સાધુવાસવાણી રોડ અને અમિન માર્ગ કોર્નર પર આવેલા પ્લોટ મેળા માટે ભાડે આપવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. દર વખતની માફક આ વખતે પણ પ્રતિ ચો.મી. એક દિવસનું ભાડુ રૂા.૫ નીયત કરવામાં આવ્યું છે. જેની સામે હવે સરકારની મેળા માટે જાહેર કરેલ એસઓપી મુજબ સંચાલન આપવામાં આવશે.
(4:11 PM IST)










