<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th July 2025

રાજકોટ વાલ્‍મીકી સમાજના પ્રમુખની ચૂંટણીમાં મુકેશ પરમારનો વિજય

સફાઈ કામદારોના પ્રશ્‍નોને અગ્રતા, વાલ્‍મીકી સમાજ માટે આધુનિક કોમ્‍યુનીટી હોલ, શિક્ષણને મહતા આપવી, સરકારી યોજનાઓના લાભ પહોચાડશેઃ મુકેશ પરમાર

રાજકોટ,તા.૨૪: સૌરાષ્‍ટ્ર-ગુજરાતમાં પ્રથમ વખત યોજાએલ રાજકોટ વાલ્‍મીકી સમાજના પ્રમુખની ચૂંટણીમાં મુકેશ પરમારનો ઝળહળતો વિજય થયો છે.

રાજકોટ વાલ્‍મીકી સમાજના સામાજીક સેવાકીય સરકારી સંસ્‍થાકીય ક્ષેત્રોનું એક જ કેન્‍દ્ર બિંદુ બને તે માટે રાજકોટ વાલ્‍મીકી સમાજ ચુંટણી કમીટી દ્વારા ચુંટણીનું આયોજન કરવામાં આવેલ હતું. આ ચુંટણીમાં વાલ્‍મીકી સમાજના મુકેશ પરમાર (મો.૭૬૨૪૦ ૦૦૯૮૫) સહિત છ ઉમેદવારોએ ફોર્મ ભરતા સૌરાષ્‍ટ્ર વાલ્‍મીકી સમાજનું રાજકોટ મુખ્‍ય કેન્‍દ્ર ગણાતુ હોય સૌરાષ્‍ટ્ર સહિત સમગ્ર ગુજરાતના વાલ્‍મીકી સમાજમાં ઉતેજના વ્‍યાપી ગયેલ જેનું મતદાન તા.૨૦/૦૭/૨૦૨૫ના રોજ ચૌધરી હાઈસ્‍કુલ ખાતે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત તથા સી.સી.ટી.વી. કેમેરાની નજર હેઠળ કરવામાં આવેલ. જેમાં હજારો વાલ્‍મીકી સમાજના લોકોએ મતદાન માટે લાઈનો લગાવી દીધી હતી.

સાંજે ૬ વાગ્‍યે મતદાન પૂર્ણ થયા બાદ સાંજે ૭ વાગ્‍યાથી મત ગણતરી ચાલુ કરવામાં આવેલ. જે સવારે ૪ વાગ્‍યા સુધી ચાલી હતી. ૧૨ રાઉન્‍ડમાં કુલ ૪૬૪૧નું મતદાન થયેલ જેમાં મુકેશ પરમારને ૧૯૮૭ મત મળેલ તથા તેમના નજીકના ઉમેદવારથી ૮૮૦ મતની લીડથી ચુંટણી કમીટીના મયુરભાઈ પાટડીયાએ વિજેતા જાહેર કરેલ.

ચુંટણી દરમ્‍યાન ઉમેદવારોએ સતત લોક સંપર્ક, રેલીઓ, મીટીંગો, ડોર ટુ ડોર પ્રચાર, પત્રીકાઓ, બેનર વગેરે દ્વારા પ્રચાર કરતા વાલ્‍મીકી સમાજમાં ધારાસભા કે રાજકોટ મહાનગર પાલીકાની ચુંટણી જેવો ગરમાવો આવી ગયેલ.

રાજકોટ વાલ્‍મીકી સમાજના શહેર પ્રમુખ બનેલા મુકેશ પરમારે રાજકોટ મહાનગરપાલીકા સહિત અન્‍ય ક્ષેત્રોમાં રહેલ સફાઈ કામદારોના પ્રશ્‍નોને અગ્રતા, વાલ્‍મીકી સમાજ માટે આધુનીક કોમ્‍યુનિટી હોલ, સમાજમાં શિક્ષણના સ્‍તરમાં સુધારો તથા વાલ્‍મીકી સમાજનો સામાજીક, રાજકીય તથા આર્થિક ક્ષેત્રે પણ ઉત્‍કર્ષ થાય તે દિશામાં સતત પ્રયત્‍નશીલ રહેશે તથા વાલ્‍મીકી સમાજે જે વિશ્‍વાસ તેમના પર મતદાન દ્વારા વ્‍યક્‍ત કરેલ છે તે પૂર્ણ કરવાની ખાત્રી આપેલ છે.

મુકેશભાઈ પરમારની વિજય રેલી વાલ્‍મીકી સમાજના વિસ્‍તારોમાં યોજવામાં આવેલ જેમાં મોટી સંખ્‍યામાં સમાજના લોકો જોડાયા હતા.

ચુંટણીની સમગ્ર પ્રક્રિયા ચુંટણી અધિકારીઓ જે.ડી.પરમાર (આસી.કમિશ્‍નર જીએસટી) અશોકભાઈ નૈયા (રીટાયર્ડ સીટીસી રેલ્‍વે વિભાગ) તથા તેમની કમીટી દ્વારા કરવામાં આવેલ.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રાના આશીર્વાદ લેતા મુકેશ પરમાર સાથે વાલ્‍મીકી સમાજના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વરીઃ અભિજીત બગથરીયા) (

(4:03 PM IST)