તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
કૃષ્ણને વહાલથી વધાવવા ઉત્સાહઃ મહોત્સવ સમિતિના અધ્યક્ષ પદે રાજદીપસિંહ જાડેજા

રાજકોટ, તા. ર૪: શ્રીકૃષ્ણના અવતરણ પર્વ પર ભાવ, ભક્તિ અને ઉલ્લાસનો મહાપર્વને ઉજવવા રાજકોટની ધર્મપ્રેમી પ્રજાજનોમાં જન્માષ્ટમી મહોત્સવને ધામધૂમથી ઉજવવા થનગનાટ વ્યાપ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિની માર્ગદર્શક સમીતી ના માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, હસુભાઈ ભગદે, હસુભાઈ ચંદારાણા, શાંતુંભાઈ રૂપારેલીયા, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા, અશોકભાઇ મકવાણા ની બેઠકમા સર્વાનુમતે નક્કી થયા મુજબ આગામી જન્માષ્ટમી મહોત્સવ સમીતી - ૨૦૨૫ ના અધ્યક્ષ તરીકે શ્રી રાજદીપસિંહ જાડેજા (રાજાભાઇ - વાવડી) ની વરણી કરવામાં આવી છે તેવુ જન્માષ્ટમી મહોત્સવ સમીતીના મંત્રી પરેશભાઇ રુપારેલિયાએ જણાવ્યુ હતુ. રાજાભાઇ છેલ્લા ૪ વર્ષ થી જન્માષ્ટમી મહોત્સવ સમીતીના અધ્યક્ષ તરિકે સેવા આપે છે. રાજાભાઇ ખુબજ ઉત્સાહી, સેવાભાવી અને ધર્મનિષ્ઠ વ્યક્તી છે. તેઓ જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત થતા તમામ ધાર્મીક, સામાજિક અને સંસ્ક્રુતીક કાર્યક્રમો મા તન, મન, ધનથી સેવા આપવા હમેશને માટે તત્પર હોય છે.
તેમનો રાજકીય પ્રવાસ પણ પ્રશંસનીય રહ્યો છે. હાલમાં તેઓ રાજકોટ શહેર ભાજપના ઉપપ્રમુખ અને સહસંયોજક સાંસ્કળતિક સેલ (રાજકોટ તાલુકા) તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. અગાઉ તેઓ રાજકોટ શહેરના વોર્ડ નં. ૧૨ના કારોબારી તરીકે પણ સક્રિય રહીને સંગઠનને મજબૂત કરવામાં તેઓનો સિંહ ફાળો રહ્યો છે.
જેઓ સામાજિક ક્ષેત્રે અનેક સંગઠનોમાં જોડાયેલ છે. રાજકોટ તાલુકા રાજપૂત ક્ષત્રિય યુવા સમાજના પ્રમુખ રાજપૂતાના સ્પોર્ટ્સ ક્લબ ગુજરાતના સભ્ય અને આર.વાય.એન.એલ. અપના બેન્ક તેમજ શ્રી ચંદ્રસિંહજી ભાડવા સ્ટડી સર્કલ સંગઠન મંત્રી તરીકે કાર્યરત છે. ઉપરાંત તેઓ પૂર્વ ઉપપ્રમુખ રાજપુત કરણી સેના, રાજકોટ જિલ્લા. પૂર્વ પ્રમુખ વીરપુર તાલુકા રાજપૂત યુવા સમાજ મા નિષ્ઠાપૂર્વ કામગીરી કરીને સંસ્થાનુ નામ રોશન કરેલ છે.
તેઓ સહકારી ક્ષેત્રે પણ સેવા આપતા રહે છે, જેમ કે શ્રી શુભલક્ષ્મી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી મવડી જૂથ સેવા સહકારી મંડળી મા તેઓ કાર્યરત છે.
વધુમાં, સ્પોર્ટ્સ ક્ષેત્રે જેઓ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન એક્ઝિકયુટિવ મેમ્બર તરીકે તેમજ ગીર ફૂટબોલ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ, માસ્ટર એફ સી ફૂટબોલ એસો. રાજકોટના ચેરમેન, ગુજરાત ફૂટબોલ ગ્રાસરૂટ કમિટી મેમ્બર, દેવભૂમિ દ્વારકા જિલ્લા ક્રિકેટ એસોસિએશનમા તેઓ પ્રેસિડન્ટ તરીકે સફળતા પૂર્વક કામગીરી કરીને સંસ્થાઓનું નામ રોશન કરેલ છે. બિઝનેસ ક્ષેત્રે તેઓ શુભમ એન્ટરપ્રાઈઝ, શુભમ કન્સ્ટ્રકશન, શુભમ ટ્રેડિંગ, શુભમ સુપરસ્ટોર (સુરેન્દ્રનગર), નેશનલ એસ.પી. એજન્સી, શુભમ ફૂડ મિલ્સ, અન્ય વ્યાપારિક એકમો ધરાવે છે.
ઉપરાંત તેઓ અનેક યુવા જૂથો અને સેવાકીય સંગઠનોના સક્રિય સભ્ય છે. શ્રી નાથજી ગ્રુપ વાવડી, શુભમ ગ્રુપ રાજકોટ, જયહિંદ ગ્રુપ, હનુમાન ચાલીસા યુવા ગ્રુપ રાજકોટ જેવી વિવિધ સેવાકીય સંસ્થાઓમા સેવા આપે છે.
(4:03 PM IST)










