તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
NFSA-રેશનીંગ કાર્ડ ધરાવતા ૧ર૭પપ કાર્ડ હોલ્ડરોને નોટીસ ફટકારતું પુરવઠા તંત્રઃ ૬ મહીનાથી અનાજ પણ નથી લીધુ!!
આ પ૩ હજારમાં રાજકોટના પણ, ર૦ હજારથી વધુ કાર્ડ હોલ્ડરોઃ નોટીસનો જવાબ નહિ આપે તો આકરા પગલા...

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ શહેર-જીલ્લામાં હાલ NFSAએ સહિત તમામ રેશનીંગ કાર્ડ હોલ્ડરોનું ઇ-કેવાયસી ચાલી રહ્યું છે. NFSAએ કાર્ડ હોલ્ડરોમાંથી ૪૭ ટકાએ ઇ-કેવાયસી કરાવી લીધુ છે, ૧૩ ટકા બાકી છે, તો અન્ય કાર્ડ હોલ્ડરોમાંથી હાલ ૪૫ ટકા આસપાસ ઇ-કેવાયસી થયું છે.
દરમિયાન રાજકોટ જીલ્લા પુરવઠા તંત્રે એક આકરો નિર્ણય લઇ NFSA કાર્ડ હોલ્ડરોને ઝપટે લીધા છે. અને રાજકોટ શહેર-જીલ્લાના ૧૨૭૫૫ હજારNFSA કાર્ડને નોટીસ ફટકારી આ તમામને ૭ થી ૧૦ દિવસમાં ઇ-કેવાયસી કરી લેવા તાકિદ કરી છે. આ લોકો એવા છે કે જમણે ૬ મહિનાથી અનાજ પણ નથી લીધુ,આ ૧૩ હજારમાં રાજકોટના પણ ૮ હજારથી વધુ હોવાનું અને બાકીના અન્ય તાલુકાના હોવાનું સાધનોએ ઉમેર્યુ હતું.સુત્રોએ જણાવેલ કે આ લોકોના કાર્ડ રદ કરી દેવા કે અનાજ બંધ કરી દેવું તેવી કોઇ હાલ કાર્યવાહી નથી. પરંતુ નોટીસનો જવાબ નહી આપે તો આકરા પગલા લેવાશે.
(4:44 PM IST)










